જામનગરમાં છ દિવસ બાદ પે-ચેનલોનું પ્રસારણ પુન: શરૂ

  • February 24, 2023 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટાર, ઝી, સોની, ડીઝની સહિતની મનોરંજન પૂરું પાડતી અને રમત-ગમત માટેની પે-ચેનલોનું પ્રસારણ છેલ્લા પાંચ દિવસથી બંધ હતું, આખરે ગઈ રાત્રે છઠ્ઠા દિવસે આ પે-ચેનલોનું પ્રસારણ પુન: શરૂ થયું છે. દેશભરના અંદાજે ૪.પ કરોડ ગ્રાહકોને પાંચ દિવસથી ઉપરોકત પે-ચેનલો જોવા મળતી ન હતી, કેબલ ઑપરેટરો સાથે ગઈ સાંજે સમાધાન થયાં બાદ પ્રસારણ પુન: શરૂ થયું છે અને બાળકો તથા મહિલાઓ તેમજ રમત જગતના પ્રેમીઓની ઈન્તેજારીનો અંત આવ્યો છે.


‘ટ્રાઈ’ દ્વારા પે-ચેનલના ભાડામાં ભારેખમ વધારો કરવાના દર્શાવાયેલા ઈરાદા સામે જામનગર સહિત ગુજરાત અને દેશભરના કેબલ ઑપરેટરોમાં વિરોધ ઉઠ્યો હતો, જો ભારેખમ વધારો લાગુ થાય તો તેની મારે સ્વાભાવિક રીતે ગ્રાહકોને પણ પડવાની ભીતિ હતી. આ સામે ટ્રાઈના નવા ટૅરિફ ઑર્ડર વિરૂદ્ધ એક તરફ કાયદાકીય લડાઈ શરૂ થઈ હતી, બીજી તરફ શનિવારથી સ્ટાર, ઝી, ડીઝની, સોની સહિતની ચેનલોના પ્રસારણ દેશભરમાં બંધ કરી દેવામાં આવ્યા હતાં.





જામનગરમાં મુખ્યત્વે જીટીપીએલ, ડેન અને અમુક ભાગોમાં એનએક્ષટી ડિઝીટલ દ્વારા પ્રસારણ કરવામાં આવે છે, આ બધાં ઑપરેટરો પણ વિરોધમાં સામેલ થયાં હોવાથી ચેનલોનું પ્રસારણ અટકી ગયું હતું અને સ્ટાર ઉપર જુદી-જુદી સિરિયલો જોતી બહેનો, સ્ટાર ક્રિકેટ પર ક્રિકેટ સહિતની રમતો જોતાં રમતપ્રેમીઓ તથા બાળકોમાં હતાશા ફેલાઈ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application