પ્રખ્યાત સિરીઝ 'હેરી પોટર' અને 'જેમ્સ બોન્ડ'માં જોવા મળેલા અભિનેતા પોલ રીટરનું નિધન થયું છે. તે લાંબા સમયથી બ્રેન ટ્યુમર સામે લડી રહ્યા હતા. અને આખરે તે જીવનની લડત હારી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે સારવાર દરમિયાન તેણે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. પૌલે વિશ્વને અલવિદા કહ્યા બાદ ચાહકો અને અનેક હસ્તીઓ આઘાતમાં જોવા મળે છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
પોલ રીટર 54 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની પૌલી અને બે બાળકો ફ્રેન્ક અને નોહ છે. પોલના મૃત્યુની જાણ તેની ટીમના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલ રીટરને બ્રેન ટ્યુમર હોવા વિષે તેમણે કોઈને કોઈ માહિતી આપી ન હતી. જેથી આ સમાચાર દરેક માટે આઘાતજનક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રોગની સારવાર દરમિયાન, પોલને એટલી મુશ્કેલીઓ ન થઇ જે સામાન્ય રીતે લોકોને થતી હોય છે.