રાજકોટ એસટી બસ પોર્ટમાં 65 મુસાફરો કોરોના પોઝિટિવ: 400 લોકલ ટ્રીપ રદ

  • April 18, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગરિકો બિનજરી મુસાફરી ટાળે તે હિતાવહ અન્યથા કોરોના સંક્રમિત થવાની પુરી શકયતા

 


રાજકોટના ઢેબર રોડ સ્થિત એસટી બસ પોર્ટ ખાતે મહાનગરપાલિકાના સહયોગથી એન્ટિજન ટેસ્ટ બુથ શ કરાયું છે. જયાં આગળ બસ પોર્ટમાં આવતા જતાં મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને વધુ જણાય તો મુસાફરોને તુરંત જ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવે છે જેમાં આજે 65 મુસાફરો પોઝિટિવ મળ્યા હતાં.

 


વિશેષમાં રાજકોટ એસટી બસ પોર્ટના વિશ્ર્વનિય સૂત્રોએ જણાવ્યું હતું કે આજે કુલ 286 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે પૈકી 65 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. એક તબકકે તો એન્ટિજન ટેસ્ટ કિટ ખલાસ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

 


વૈશ્ર્વિક મહામારી કોરોનાની સાંપ્રત સ્થિતિમાં મુસાફરોની સંખ્યા સતત ઘટી રહી હોય આજે ડિવિઝન લેવલે કુલ 400 લોકલ બસ ટ્રીપ રદ કરાઇ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS