અમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો

  • March 18, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કહેરને લીધે સૌથી પહેલા અમદાવાદ લોક થઈ રહ્યું છે. અમદાવાદમાં આજથી અનેક સુવિધાઓ બંધ કરવામા આવી છે અને અંશત: લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ છે.

 


અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ થયા છે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. અમદાવાદની  એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ આજથી બંધ કરાઈ છે. સાથે જ આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધકરી દેવામાં આવ્યા છે. . આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ કરાયા છે. સાથોસાથ અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે.

 


અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસને પગલે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જેમાં કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂ પણ બંધ રહેશે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનોનો આદેશ છે. રિવરફ્રન્ટના તમામ પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બંને તરફના લોઅર પ્રોમીનાડ પણ બંધ કરાયા છે. વોકિંગ અને સાયકલિંગ માટે વોકવે બંધ કરાયો છે. તો સાથે જ અમદાવાદમાં ભીડવાળી જગાએ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ભીડ ઓછી કરાવવા પ્રયત્નો કરવામાં આવનાર છે. લો ગાર્ડન ખાતે ની ટીમે ગઈકાલે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કણર્વિતી પગરખાં બજાર ભીડ હોવાથી બંધ કરાવ્યું છે.

 


ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. માઈક્રો ક્ધટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. નવા 35 વિસ્તાર માઈક્રો ક્ધટાઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અગાઉના 5 વિસ્તારો દૂર કરવામા આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઇક્રો ક્ધટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે.

 

અમદાવાદ પછી હવે સુરતમાં આજથી સિટી બસ અને જિમ, સ્પોટ્ર્સ ક્લબ કરાયા બંધ

અમદાવાદ પછી હવે સુરત શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ અને સીટી બસના તમામ રુટો બંધ કરાયા છે. આ ઉપરાંત શહેરના તમામ ગેમ ઝોન, જીમ, બંધ રાખવાનો આદેશ કર્યો છે.


સુરતમાં વધતા કોરોના કેસને લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાઆજે સવારથી તમામ  અને સીટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર  અને સીટી બસ દોડાવામાં આવશે નહીં જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં આવે નહીં. આ ઉપરાંત આજ થી શહેરમાં તમામ ગેમ ઝોન, જિમ, સ્પોટ્ર્સ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે. તો બીજી તરફ થિયેટર/ સીનેમાગૃહ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

સુરતમાં સાંજે 7 પછી ચા-પાનના ગલ્લા બંધ, જાણો બીજી કઈ જગ્યાઓ પર લાગ્યો પ્રતિબંધ

કોરોના કેસોમાં વધારો થતાં સુરતમાં મનપા દ્વારા કડક વલણ અપ્નાવવામાં આવ્યું છે. સુરતમાં સાંજે 7 વાગ્યાથી પાનના ગલ્લા,ચાની લારી બંધ કરાવાશે. સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે 7 વાગ્યે પાટીયા પાડી દેવા માટે સૂચના આપવામાં આવી છે. રાત્રે 10 વાગ્યાથી સુરતમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવશે. 9 વાગ્યાથી ખાણી-પીણી લારી, રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો છે. તો ભીડ થાય તો શાકભાજી માર્કેટ બંધ કરાવી દેવા આદેશ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS