પેરિસ ઓલિમ્પિક : ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

  • August 08, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પેરિસ ઓલિમ્પિકમાં આજે (8 ઓગસ્ટ)ના રોજ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમાને અલ્બેનિયાના ઝેલીમખાન અબાકારોવને 11-0થી હરાવ્યો હતો. હવે અમન મેડલથી માત્ર એક જીત દૂર છે.




અમન સેમિફાઇનલમાં આ ખેલાડી સાથે ટકરાશે



સેમિફાઈનલમાં અમન સેહરાવતનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 કલાકે રમાશે. હિગુચીએ રિયો 2016માં સિલ્વર જીત્યો છે. હંગેરી રેન્કિંગ શ્રેણીમાં હિગુચી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.




આજે સ્ટાર નીરજ ચોપરા જેવલિન થ્રો ઈવેન્ટમાં પ્રવેશ કરી રહ્યો છે. આજે તે દેશને પેરિસ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ અપાવી શકે છે. આ ઉપરાંત હોકીમાં પણ ભારતીય પુરુષ ટીમ સ્પેન સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગ માટે આવ્યા છે. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application