પરિણીતી ચોપડા બોલિવૂડમાં પ્રવેશ પૂર્વે અનુષ્કા શર્માના ઇન્તરર્વ્યુ સંભાળતી હતી

  • June 10, 2021 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીણીતી ચોપરા તાજેતરમાં તુર્કીમાં રજાઓનો આનંદ માની રહી છે, ત્યારે તેના કેટલાક ચાહકોંના પ્રશ્નોના જવાબો આપવાનું નક્કી કર્યું છે. જ્યારે એક નેટીઝને પરિણીતીને તેની મહિલા ક્રશ અનુષ્કા શર્મા વિશે કંઇક શેર કરવાનું કહ્યું, ત્યારે અભિનેત્રીએ તેમના બોન્ડ વિશેની વિગતો જાહેર કરી હતી. 

 

પરિણીતી, જે અગાઉ એક પ્રોડક્શન હાઉસની માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી, તેણીએ જાહેર કર્યું કે તેણીએ અનુષ્કા શર્માનાં મૂવીઝ માટે ઇન્ટરવ્યુ મેનેજ કર્યા. પોતાની પોસ્ટનો જવાબ આપતાં અનુષ્કા શર્માએ લખ્યું,  "બિગ હગ્ઝ".

 

“હું  'બેન્ડ, બાજા, બારાત'  માટે તેના ઇન્ટરવ્યુ સંભાળવાથી તુરંત જ  3 મહિનામાં 'લેડીઝ વર્સિસ રિકી બહલ' માં તેની સહ-અભિનેત્રી બની ગયી .” પરિણીતીએ લખ્યું.

બોલીવુડમાં પ્રવેશ પૂર્વે પરિણીતી ચોપડા માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રીપલ ઓનર્સની ડિગ્રી મેળવી રહી હતી. ફિલ્મોમાં તેની સફર વિશે બોલતા, પરિણીતીએ તાજેતરમાં ઇટી ટાઇમ્સને એક એવા સમય વિશે કહ્યું હતું જ્યારે તે કોઈ ફિલ્મ કરવા માંગતી હતી અને તેના માટે નિર્માતાઓ સાથે વાત કરી હતી પણ તેમાં કાસ્ટ નહોતી થઈ. એક પ્રસંગે, મને કહેવામાં આવ્યું કે તેમને ઘણી મોટી ઉમરની અભિનેત્રીની  જરૂર છે અને હું તેના માટે ખૂબ યંગ લાગી હતી.


જ્યારે બીજા પ્રસંગે, મને કહેવામાં આવ્યું કે, તેઓએ આ ભૂમિકા કોઈ બીજા સાથે પેહલાથી જ કરાર કરી લીધો છે. મને તેવા લોકો ગમે છે કે જે મારી સાથે પ્રામાણિક હોય. મારી ઇચ્છા સૂચિ પર કેટલાક ડિરેક્ટર છે;  અને આશા છે કે મને એક દિવસ તેમની સાથે કામ કરવાનો મોકો મળશે, ” પરિણીતીએ આમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application