પરેશ રાવલે પણ કરી ટિકટોક બંધ કરવાની માંગ

  • May 22, 2020 12:53 PM 242 views

 

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર tiktokનો થઇ રહેલો દુરુપયોગ વિવાદોનું કારણ બન્યું છે ત્યારે બોલીવૂડની કેટલીક હસ્તીઓ પણ tik tok પર પ્રતિબંધની માંગ કરી રહી છે. હવે દિગ્ગજ એક્ટર પરેશ રાવલ એ પણ tiktok પર પ્રતિબંધની માંગ કરી છે.


દિગ્ગજ એક્ટર પરેશ રાવલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી અને tiktokને લઈને પ્રતિબંધની માગણી કરી છે. સોશિયલ મીડિયા પર તેમની આગળ ખૂબ જ વાયરલ થઇ રહી છે.


લોકો ટીટોક લઈને સોશિયલ મીડિયા પર તેમની ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. પરેશ રાવલે પોતાના ટ્વિટર પર લોકોને વાંધાજનક વીડિયોને લઈને #Bantiktokindia શરૂ કર્યું છે. જેને જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.


પરેશ રાવલ પહેલા પણ કેટલાક સેલિબ્રિટીઝ જાણીતા tiktok સ્ટાર ફેઝલ સિદ્દીકીના વિડીયો વાયરલ થયા બાદ tiktok પર પ્રતિબંધની માગણી કરી ચુક્યા છે.
 

જ્યારે અભિનેત્રી પાયલ રોહતગી અને  રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ  પણ સંપૂર્ણ રીતે tiktok પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application