જામનગર જિલ્લાના દડિયા ગામ ખાતે દડિયા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગમાં ધોરણ ૯ અને ૧૦ ધોરણ સુધીના અભ્યાસ ક્રમ વધારવા વાલીઓ દ્વારા રજૂઆત
જામનગર જિલ્લાના દડિયા ગામ ખાતે દડિયા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગમાં ધોરણ ૯ અને ૧૦ ધોરણ સુધીના અભ્યાસ ક્રમ વધારવા વાલીઓ દ્વારા રજૂઆત
May 01, 2026 11:33 AM
જામનગર જિલ્લાના દડિયા ગામ ખાતે દડિયા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગમાં ધોરણ ૯ અને ૧૦ ધોરણ સુધીના અભ્યાસ ક્રમ વધારવા વાલીઓ દ્વારા રજૂઆત
જામનગર જિલ્લાના દડિયા ગામમાં આવેલ દડિયા પ્રાથમિક શાળા ખાતે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા શાળાના બાળકોને મળતી સુવિધાઓ અભ્યાસ,સાયન્સ લેબ,લાયબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને ગામના બાળકો નવા શૈક્ષણિક વર્ષમાં ગામની શાળામાં પ્રવેશ મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આ વાલી મિટિંગમાં ગ્રામજનો દ્વારા શાળાના અભ્યાસ ક્રમ માં જે ૧ થી ૮ ધોરણ સુધીનો જે અભ્યાસ ક્રમ છે તેમાં સરકાર દ્વારા ધોરણ ૯ અને ૧૦ ધોરણનો વધારો કરવામાં આવે તેવી રજૂઆત પણ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી જેથી બાળકોને શિક્ષણ સરળતાથી મળી રહે અને વાલીઓને પણ વાહનોના ભાડા મોંઘી ફી જેવા આર્થિક ખર્ચ પણ બચી શકે તેવી વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.