ચાની હોટેલો-પાનની દુકાનોમાં હવે પાર્સલ સીસ્ટમ

  • April 18, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર ડો.પ્રદીપ ડવે એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરી અનુરોધ કર્યો: સાંજ સુધીમાં બેઠક યોજવા વિચારણા: ડિસ્પોઝેબલ કપ્નો જ ઉપયોગ કરવા તાકિદ: ટોળાં એકત્રીત ન થાય તે જોવા અપીલ

 


રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય મહાપાલિકા તંત્ર ઉંધા માથે થઈ ગયુંં છે. દરમિયાન હવે શહેરની તમામ ચાની હોટેલો અને પાનની દુકાનોમાં ફરીથી પાર્સલ સિસ્ટમ જ ફરજિયાત બનાવવા માટે ગંભીર વિચારણા શ કરવામાં આવી છે અને આ અંગે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે ચાની હોટેલો અને પાનની દુકાનોના એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરી દુકાનો પર ટોળાં એકત્રીત ન થાય તે જોવા તેમજ પાર્સલ સીસ્ટમનો અમલ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત આ બન્ને એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં બેઠક યોજવા પણ વિચારણા શ કરાઈ છે.

 


રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે ગઈકાલે પણ યુવાનોને કામ વિના ઘર બહાર નહીં નીકળવા અપીલ કરી હતી અને કોરોનાની બીજી લહેર અત્યંત તીવ્ર હોય તેમજ તેનો ભોગ વધુ માત્રામાં યુવાનો જ બની રહ્યા હોય સાવચેત રહેવા જણાવ્યું હતું. દરમિયાન શહેરમાં ચાની હોટેલો અને પાનની દુકાનો પર જ ગ્રાહકોના ટોળાં વધુ માત્રામાં જોવા મળતા હોય હવે તેમના એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરીને તેમની સાથે બેઠક યોજી ફરી ટેઈક અવે સિસ્ટમ (પાર્સલ સિસ્ટમ) શ કરવા તેમને તાકિદ કરવામાં આવનાર છે. ખાસ કરીને ચાની હોટેલો પર યુવાનોના ટોળાં એકત્રીત થતા હોય તેમજ હજુ અમુક હોટેલોમાં રકાબીમાં પણ ચા પીરસવામાં આવતી હોય તે બંધ કરવા જણાવાશે. પાનની દુકાનો પર ટોળાં એકત્રીત ન થાય તે માટે પાન, ફાકી કે બીડી-સિગારેટ લેવા આવેલા લોકોને ચીજવસ્તુ આપીને તુરંત જ ત્યાંથી રવાના કરી દેવાના રહેશે.

 

ખાસ કરીને પાર્સલ પધ્ધતિ અપ્નાવવા જ આગ્રહ રાખવાનો રહેશે. કોઈપણ ગ્રાહક આવે તેને પાર્સલ આપી દેવાનું રહેશે. ગ્રાહકો દુકાન પર એકત્રીત થવા ન જોઈએ. મેયર ડો.પ્રદીપ ડવે આ અંગે મહાપાલિકાના અધિકારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે પણ વિચાર વિમર્શ કર્યો છે. રાજકોટમાં કોરોનાની લહેર વધુ તીવ્ર બની છે ત્યારે ઓછામાં ઓછા ગ્રાહકો દુકાન પર એકત્રીત થાય તેની તકેદારી ન લેતા હોય તેવા દુકાનદારો સામે પગલાં પણ લેવામાં આવશે. ચાની હોટેલો અને પાનની દુકાન બહાર માસ્ક પહેયર્િ વગર ઉભેલા ગ્રાહકોને નિયમાનુસાર દંડ ફટકારાશે અને ટોળાં એકત્રીત થશે તો દુકાન સીલ કરવા સુધીના પગલાં લેતા પણ તંત્ર અચકાશે નહીં.

 


રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી હોય ચાની હોટેલો અને પાનની દુકાનોના ધંધાર્થીઓને સ્વયંભૂ જ સમજણ કેળવવા અને સમગ્ર શહેરના હિતમાં નિયમોનું પાલન કરવા મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS