રાજકોટની પાણીપુરી કે જુલાબપુરી? ઇ-કોલીના બેક્ટેરિયા મળતા પાંચ સેમ્પલ ફેઇલ

  • September 07, 2021 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ લીધેલા પાણીપુરીના પાંચ અને આઈસ્ક્રીમનું એક સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયું છે. પાણીપુરી ખાતા વેંત જ જુલાબ લાગે તેવા ઇ કોલીના બેક્ટેરિયાની તેમાં લેબોરેટરી પરીક્ષણમાં  હાજરી માલુમ પડી હતી.

 


મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જાહેર કર્યું હતું કે નાપાસ થયેલ નમુનાઓમાં (૧) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) જય જલારામ પાણીપુરી,ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, ઇ-કોલીના બેકટેરીયા હાજર (૨) ખજુરનું મીઠું પાણી (પ્રિપેર્ડ,લુઝ), સાધના ભેળ બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ , ઇ-કોલીના  બેકટેરીયા હાજર (૩) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ),બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, ઇ-કોલીના બેકટેરીયા હાજર (૪) ખજુરની ચટણી (પ્રિપેર્ડ, લુઝ), નારાયણ દિલ્હી ચાટવાલા, મોરી હોસ્પિટલ ની સામે ૨૫-ન્યુ જાગનાથ, સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઇ-કોલીના બેકટેરીયા હાજર (૫) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ),  નારાયણ દિલ્હી ચાટવાલા, મોરી હોસ્પિટલની સામે, ૨૫-ન્યુ જાગનાથ, સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, ઇ-કોલીના બેકટેરીયા હાજર (૬) મસ્કા અમેરીકન  ડ્રાયફ્રુટ (૧૦૦ મિલી પેક) રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ ચાર રસ્તાનું સેમ્પલ  ફુડ કેટેગરી દર્શાવેલ ન હોવાના કારણે મિસ બ્રાન્ડેડ થયાનું મહાપાલિકા દ્વારા જાહેર કરાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS