ગોંડલ રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ, કોઠારિયા રોડ પર પાણીકાપ

  • March 03, 2021 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ ઉનાળાના આરંભે પખવાડિયામાં બીજી વખત પાણીકાપ જાહેર કર્યો છે. કાલે તા.4ને ગુવારે વોર્ડ નં.7 અને 13માં તેમજ તા.પાંચને શુક્રવારે વોર્ડ નં.7, 14 અને 17 હેઠળના વિસ્તારોમાં પાણી નહીં મળે. મહાપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેના બીજા જ દિવસે પાણીકાપ મુકાયો હતો ત્યારબાદ ગઈકાલે પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મોડી સાંજે પાણીકાપ્ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

 


વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન પર ગોંડલ રોડ સાઈડ નવો બાયપાસ વાલ્વ મુકવાની કામગીરીના કારણોસર ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં.7 (પાર્ટ), 13 (પાર્ટ), જયારે તા.પાંચને શુક્રવારે ઢેબર રોડના વોર્ડ નં.7 (પાર્ટ), 14 (પાર્ટ) અને 17 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

 


મહત્વપૂર્ણ છે કે જે-તે વોર્ડના પાર્ટમાં પાણી વિતરણ નહીં થાય તેવું જાહેર કરાયું છે પરંતુ કયા વિસ્તારોમાં પાણી વિતરણ થશે અને કયા વિસ્તારોમાં નહીં થાય તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તે દિવસે જ પાણીકાપ્ની જાહેરાત કરી પરિણામોના બીજા જ દિવસે તા.24-2-21ના રોજ વોર્ડ નં. સહિતના વોર્ડમાં ટેકનિકલ કારણોસર પાણીકાપ જાહેર કરાયો હતો. સામાન્ય રીતે પરંપરાગત પધ્ધતિ અનુસાર વોટર વર્કસ બ્રાન્ચ હેઠળના પાણીના ટાંકાઓની સફાઈ તેમજ અન્ય મેન્ટેનન્સ શિયાળામાં કરાતું હોય છે જેથી ઉનાળામાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે પરંતુ આ વર્ષે આવું રાજ્ય સરકાર તરફથી મોઢે માંગ્યુ નર્મદા નીર અપાઈ રહ્યું છે અને ગત ચોમાસે સારો વરસાદ થયો હોય જળાશયો પણ હજુ ભરેલા છે તેમ છતાં સંચાલકિય આવડતના અભાવે વારંવાર અલગ અલગ વિસ્તારોમાં ટેકનિકલ કારણો આગળ ધરીને પાણી વિતરણ બંધ રાખવામાં આવી રહ્યું છે. બીજીબાજુ હજુ મેયર, ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમેન, શાસક નેતા, દંડક, વોટર વર્કસ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ ન હોય કોઈ પૂછનાર રહ્યું નથી! વિપક્ષ પણ હજુ પરાજયના ગમમાંથી બહાર આવ્યો નથી.

 


ઉનાળાના આરંભે જળાશયોમાં બાષ્પિભવનની પ્રક્રિયા ઝડપી બને છે અને સાથે સાથે બીજીબાજુ જળમાગમાં પણ વધારો થાય છે. આ સમયે દૈનિક 20 મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે અને શહેરીજનોને દરરોજ સમયસર પુરતા ફોર્સથી, પુરતા જથ્થામાં નિયમિત પીવાલાયક શુધ્ધ પાણી મળી રહે તે માટે ગેરકાયદે નળ જોડાણો વડે તેમજ ઈલેક્ટ્રિક મોટર વડે ડાયરેકટ પમ્પિંગ કરી પાણીચોરી કરતા તત્વો પર કડક હાથે અને વોર્ડવાઈઝ ઝુંબેશ સ્વપે કામગીરી કરાતી હોય છે જે પણ આ ઉનાળે હજુ સુધી શ કરાઈ નથી.

 


રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી-1 ડેમમાં તા.31 માર્ચ સુધીનો, ન્યારી-1માં તા.30 જૂન સુધીનો અને ભાદર-1 ડેમમાં પુ વર્ષ ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે તદઉપરાંત તા.31 માર્ચ પછીની સ્થિતિની ચિંતા કરીને રાજ્ય સરકારે આજી-1માં સૌની યોજનાના નર્મદા નીર ઠાલવવા પમ્પિંગ પણ શ કરી દીધુ છે તેમ છતાં સ્થાનિક સ્તરેથી યોગ્ય મોનિટરિંગના અભાવે ઉનાળાના આરંભે જ વારંવાર અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવા ફરજ પડી રહી છે.

 


મહાપાલિકા તંત્ર જયારે પણ પાણીકાપ જાહેર કરે ત્યારે વોર્ડ નંબર સાથે જે-તે વોર્ડના પાર્ટ વિસ્તારોમાં પાણી નહીં મળે તેવું જાહેર કરી દે છે પરંતુ કયારેય કયા વિસ્તારોમાં પાણી મળશે અને કયા વિસ્તારોમાં પાણી નહીં મળે તેની વિસ્તારવાઈઝ યાદી જાહેર કરતું નથી જેથી પુરા વોર્ડના રહીશો પાણીની રાબેતા મુજબ રાહ જોઈ બેસી રહે છે અને જયારે પાણી ન આવે ત્યારે આપમેળે સમજી જાય છે કે, આપણો વિસ્તાર પાણીકાપ હેઠળ છે. ખરેખર આવું થવું ન જોઈએ.

 


રાજકોટમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી જ પાણીકાપ મુકવાનું શ કરી દેવાયું છે. હજુ તો ઉનાળો શ થયો છે અને માર્ચ, એપ્રિલ, મે અને જૂન તેમ પુરા ચાર મહિના પસાર કરવાના છે ત્યારે નર્મદાનીર વિના ઉનાળો પાર કરવો મુશ્કેલ છે. તા.31 માર્ચ સુધી તો પુરતુ પાણી છે પરંતુ તે પહેલા રાજ્ય સરકાર સૌની યોજના હેઠળ મહાપાલિકાની માગણી મુજબ આજી-1 અને ન્યારી-1માં નર્મદા નીર ઠાલવી દે તે જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS