રાજકોટવાસીઓની ગભરાટભરી ખરીદી

  • November 21, 2020 02:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં લોકડાઉન આવવાનું નથી અને રાત્રી કફર્યું લાદવો કે કેમ તેનો નિર્ણય સાજ સુધીમાં લેવાઈ જશે તેવી જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. આમ છતાં જો અમદાવાદની માફક રાજકોટમાં પણ લોકડાઉન આવી પડે તો હેરાન ન થવાય તે માટે રાજકોટવાસીઓ દૂધ, શાકભાજી, કરિયાણું સહિતની ચીજવસ્તુઓ ખરીદવા બજારમાં નીકળી પડ્યા છે.

 

દિવાળીના તહેવારો બાદ રાજકોટની બજારોમાં ચહલપહલ ઘટી ગઇ હતી પરંતુ અમદાવાદમાં 60 કલાકનો કરફ્યું લાદવામાં આવતાં અને રાજકોટમાં આજે સાંજ સુધીમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાઈ જશે તેવી જાહેરાત કરવામાં આવતાં પેનીકની પરિસ્થિતિ સર્જાવા પામી છે. લોકો વધુ પ્રમાણમાં દૂધ, શાકભાજી, કરિયાણું જેવી ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે અને ફ્લોર મિલ પર અનાજ દળાવવા માટે પણ ગૃહિણીઓ ઉમટી પડી છે.


કફર્યું અને લોકડાઉનમાં સૌથી વધુ ધોંસ ચા -પાનની દુકાનો પર બોલાવતી હોય છે.ભૂતકાળના અનુભવોને  ધ્યાનમાં રાખીને બંધાણીઓ અત્યારથી જ મોટો સ્ટોક કરવામાં પડી ગયા છે અને તેથી પાનની દુકાનોએ તો જાણે કીડિયારું ઊભરાયું હોય તેઓ માહોલ સર્જાયો છે. સરકાર ભલે ના પાડતી હોય પરંતુ રાજકોટની માફક જામનગર, વડોદરા,સુરત, મહાનગર વિસ્તારોમાં પણ મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે. તે જોતા રાત્રી કફર્યું રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં લાગુ પાડવામાં આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application