બોલો લ્યો ૮ કલાકમાં કરોડોના વેચાય ગયા પાનફાકી અને મોબાઈલ

  • May 22, 2020 01:48 PM 505 views

બોલો, 8 કલાકમાં 3 કરોડના પાન-ફાકી-તમાકુ અને 2 કરોડના મોબાઈલ વેચાયા 56 દિવસના લોકડાઉન બાદ બજારો ખુલતા રાજકોટવાસીઓ વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. મંગળાવાર વેપાર માટે મંગળ સાબિત થયો હતો અને 8 કલાકમાં કોરોનો વેપાર થયો હતો. પાન, માવા, ફાકી, બીડી, સિગારેટ સહિતની તમાકુ બનાવટની ચીજવસ્તુમાં 3 કરોડનો વેપાર થયો હતો. જેમાં હોલસેલ માર્કેટ 2.50 કરોડ અને રિટેઈલ માર્કેટમાં 50 લાખનો વેપાર થયો હતો. જ્યારે રૂપિયા 2 કરોડના મોબાઈલ પણ વેચાઈ ગયા હતા. લોકડાઉન ખૂલતા જ મોટીસંખ્યામાં લોકો બહાર નીકળતા પેટ્રોલની ડિમાન્ડ વધી હતી. 70 હજાર લિટર પેટ્રોલનું વેચાણ અને 5 લાખ રૂપિયાના ગાંઠિયા રાજકોટ વાસીઓ ખાઈ ગયા હતા. જ્યારે ઈલેક્ટ્રિક માર્કેટમાં 50 લાખથી વધુનો વેપાર થયો હતો. મંગળાવે વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાન અને હોલસેલની દુકાનો પર સવારથીજ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેમાં મહિલાઓ પણ લાઈનમાં ઉભી હતી. ઈલેક્ટ્રિક માર્કેટ સૌથી વધુ પંખા અને લાઈટની ડિમાન્ડ વધી હતી. આ ઉપરાંત ઈવેક્ટ્રોનિક પ્રોડેક્ટસમાં એસી, ફ્રીઝની સૌથી વધુ ડિમાન્ડ હતી. ત્રીજા ક્રમે વોશિંગ મશીનની ડિમાન્ડ રહી હતી. તો એકજ દિવસમાં 2 હજારથી વધુ લોકો પોતાના મોબાઈલ રિપેરિંગ માટે આપી ગયા હતા. આ વેપાર સામાન્ય વિદસો કરતા અડધો છે. આ ઉપરાંત ઓટો, મોબાઈલ પાર્ટસ, કૃષિ પ્રોડક્ટસ અને તેના પાર્ટસ ખરીદવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application