ચમત્કાર : હનુમાન મંદિરમાં આવેલા કડવા લીમડામાંથી નીકળવા લાગ્યું મીઠું દૂધ

  • February 11, 2020 01:35 PM 63 views

સંતોની ભૂમિ એવા સૌરાષ્ટ્રના અનેક સ્થાન એવા છે જેના ચમત્કારો વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે. આવો જ એક ચમત્કાર તાજેતરમાં પાલીતાણાના ખીજડિયા ગામે થયો છે. આ ચમત્કાર એક લીમડાના ઝાડ સાથે જોડાયેલો છે. આ લીમડાનો વીડિયો પણ વાયરલ થયો છે. 


પાલીતાણા તાલુકાના ખીજડિયા ગામે એક લીમડો ચમત્કારિક છે તેવી ચર્ચાએ વેગ લીધો. જોતજોતામાં લોકોના ટોળા અહીં એકત્ર થવા લાગ્યા. આ લીમડાનો ચમત્કાર એ છે કે તેમાંથી દૂધ નીકળી રહ્યું છે. દૂધ પણ થોડા ટીપા નહીં પરંતુ મોટી મોટી ધાર થવા લાગી હતી. આજે વહેલી સવારથી અચાનક આ લીમડામાંથી દૂધ નીકળવા લાગ્યું હતું જેને સ્થાનિકો ચમત્કારી માની રહ્યા છે. 
 

ખીજડિયા ગામમાં આવેલા જડેશ્વર હનુમાનજીની જગ્યામાં આવેલા આ લીમડામાંથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તેનો સ્વાદ નાળિયેરના પાણી જેવો મીઠો છે. લોકોમાં ચમત્કારની વાત વહેતી થવાનું એક કારણ એ પણ છે કે આ એક કડવા લીમડાનું ઝાડ છે અને તેમાંથી મીઠું દૂધ જેવું પ્રવાહી નીકળે છે. આ ચમત્કારીક લીમડાને જોવા શ્રદ્ધાળુઓના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application