ઈંગ્લેન્ડ પહોંચી પાકિસ્તાની ક્રિકેટ ટીમ, 14 દિવસ રહેશે કવરોન્ટાઇન 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રવિવારે પહોંચી ગઇ હતી, ત્યારબાદ 14 દિવસ માટે કોન્ટેક્ટ માં રહેશે. પાકિસ્તાનની ટીમ રવિવારે સવારે ઇંગ્લેન્ડ માટે ચાર્ટર પ્લેન દ્વારા રવાના થઈ હતી. 20 સભ્યોની ટીમ સાથે સપોર્ટ સ્ટાફ ના 11 સભ્યો પણ હતા. ચાર્ટર્ડ વિમાનની ફાળવણી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

 


પાકિસ્તાની ટીમ ન્યુ રોડ વોરસેસ્ટશાયરમાં 14 દિવસ રહેશે અને 13 જુલાઈ એ ડરબીશાયર કાઉન્ટી મેદાનમાં શિફ્ટ થશે. પાકિસ્તાનની આ ટીમમાં વહાબ રિયાઝ, શદાબ ખાન સહિતના બીજા ખેલાડીઓ આગામી દસ દિવસોમાં ઇંગ્લેન્ડ પહોંચશે જો  તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તો.

 

પાકિસ્તાનના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા 10 ક્રિકેટરોમાં થી 6 નો બીજો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે 4 નો કોરોના ટેસ્ટ ફરીથી પોઝિટિવ નોંધવામાં આવ્યો હતો. મહંમદ હાફિઝ, વહાબ રિયાઝ, ફઝર ખાન, શાદબ ખાન, મહંમદ રિઝવાન અને મહંમદ હસનેનના ફરીથી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા પ.રંતુ તેમનો ફરીથી ટેસ્ટ પણ કરવામાં આવશે.

 


જો તેઓનો આગામી ટેસ્ટ નેગેટિવ આવે છે તો પાકિસ્તાનના ક્રિકેટર તેમને ઇંગ્લેન્ડ મોકલવા માટે વ્યવસ્થા કરી આપશે. પરંતુ જો ફરીથી પોઝિટિવ રિપોર્ટ આવશે તો કાશીક ભાટી, હારિસ રાઉફ, હૈદર અલી અને ઇમરાન ખાનને કોરેન્ટાઇન માં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

આ ખેલાડીઓને ઈન્ડિયન ક્યારે મોકલવામાં આવશે જ્યારે તેમના બે કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે. પાકિસ્તાનને ઈંગ્લેન્ડમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ t20 મેચ રમવાના છે. તમામ છ મેચ ખાલી સ્ટેડિયમમાં દર્શકો વિના રમાડવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS