પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનએ ભારતીય વેબ સીરીઝમાં કામ કરવાને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

  • May 18, 2021 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન તેના દેશમાં જેટલી પ્રખ્યાત છે તેટલી તે લોકપ્રિય  ભારતમાં છે. માહિરા તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે. તેણે વર્ષ 2017 માં બોલિવૂડમાં ફિલ્મ રઈસ સાથે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનની સામે જોવા મળી હતી. પરંતુ તેના થોડા જ સમયમાં બોલિવુડમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જેના કારણે માહિરા બોલિવૂડમાં વધારે કામ કરી શકી નહીં. 

 

ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ મૂકાયા બાદ માહિરાએ પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું. પરંતુ હવે માહિરાએ ભારતમાં કામ કરવા માટે પોતાની વાત કહી છે. તેણે કહ્યું છે કે 'રઈસ' પછી તેને ઘણી વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આમ કરવાનું કારણ છે ડર હતો. તે સમયે ભારે વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે તે ડરી ગઈ હતી. 

 

ઉલ્લેખીય છે કે ભારતીય સેના પર વર્ષ 2016 માં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનીઓ સાથેના બધા સંબંધો સમાપ્ત કરવાની વાત થઈ હતી. ત્યારે ભારત સરકારે અને બોલિવૂડે પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધિત મુકી દીધો હતો.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS