જુન સુધી FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન

  • February 26, 2021 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાની સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રિય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે



ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ની પેરિસમાં થયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા પર ફરીથી મહોર લાગી છે. ગુરૂવારે સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં એફએટીએફે જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રીય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકીઓ વિરુદ્ધ કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી.

 


FATF  નું કહેવું છે કે પાકિસ્તાને બધા 1267 અને 1373 નામિત આતંકવાદીઓ વિરુદ્ધ નાણાકીય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગૂ કરવા જોઈએ. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને પોતાની રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કમીઓ દૂર કરવા માટે પોતાની કાર્ય યોજનામાં શેષ ત્રણ બિંદુઓને લાગૂ કરવા પર કામ કરવાનું જારી રાખવું જોઈએ.
એફએટીએફે કહ્યું કે, પાકિસ્તાનને આજ સુધી અમારી 27 કાર્યયોજનાઓમાંથી માત્ર 24ને પૂરી કરી છે. હવે તેને પૂરા કરવાની સમયમયર્દિા સમાપ્ત થઈ ગઈ છે. તેથી એએફટીએફ જૂન 2021 સુધી પાકિસ્તાનને તમામ કાર્યયોજના પૂરી કરવાની વિનંતી કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS