ભારતની વેક્સિનના દોઢ કરોડ ડોઝ પાકિસ્તાનને મફત મળશે

  • March 10, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇમરાનખાન માટે આ રસી પાકિસ્તાન માટે વરદાન જેવી: પાક પાસે રૂપિયા નથી એટલે આંતરરાષ્ટ્રીય સંગઠન મારફત લેશે

 


પાકિસ્તાન ભલે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો કોઈ મોકો ન છોડે પણ ભારતે આમ છતાં કોરોના સામેની જંગમાં તેને મદદ કરવાનું નક્કી કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી છે. પાકિસ્તાન ભારતીય રસી ના સહારે કોરોના સામે જંગ લડશે. તેને આ રસી ઈન્ટરનેશનલ અલાયન્સ  દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તો પહેલેથી જ કહી દીધુ છે કે પાકિસ્તાન કોરોના વેક્સિન ખરીદશે નહીં. દેશની આર્થિક સ્થિતિ ખુબ ડામાડોળ છે ત્યારે તેમના માટે મેડ ઈન ઈન્ડિયા રસીના 1.6 કરોડ ડોઝ કોઈ વરદાનથી કમ નહીં હોય.

 


પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ જણાવ્યું કે પાકિસ્તાનને ભારતમાં બનેલી કોરોના રસી ના ડોઝ આ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે હાલ પાકિસ્તાનમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ચીન તરફથી મળેલી રસીનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ એકલા ચીનના દમ પર તે કોરોના સામે જંગ લડી શકે તેમ નથી.

 


પાકિસ્તાનને ભારત નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના રસીના મફત ડોઝ આપવામાં આવશે. જે દેશની 20 ટકા વસ્તીને કવર કરશે. અત્રે જણાવવાનું કે ભારત 65 દેશોને કોવિડ-19 રસીની આપૂર્તિ કરી રહ્યું છે. જ્યારે અનેક દેશોએ અનુદાનના આધારે રસી મેળવી છે. અમારી સહયોગી વેબસાઈટ  માં પ્રકાશિત અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભારતે પાકિસ્તાનને બાદ કરતા અફઘાનિસ્તાન, માલદીવ, નેપાળ, ભૂટાન, અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોને કોરોના રસી ઉપલબ્ધ કરાવી છે. જ્યાં ભારતીય રસીની મદદથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે.

 


પાકિસ્તાનને ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન દ્વારા ભારતમાં બનેલી રસી મળશે. વર્ષ 2000 માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવીનો હેતુ દુનિયાના ગરીબ દેશોને એવી બીમારીઓની રસી ઉપલબ્ધ કરાવવાનો છે જેમને રસી દ્વારા રોકી શકાય છે. કોરોના સામે જંગમાં ગરીબ દેશોની મદદ માટે આ હેઠળ જ રસી પહોંચાડવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ કહી ચૂક્યું છે કે તમામ દેશોને રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી કરીને આર્થિક સ્થિતિ મહામારીથી બચવામાં બાધા ન બને.

 


પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે ચીનની ફામર્સ્યિૂટિકલ કંપની સિનોફાર્મ એ પાકિસ્તાનને કોરોના રસીના 10 લાખ ડોઝ આપવાનું વચન આપ્યું છે. જેમાંથી 5 લાખ ડોઝ પાકિસ્તાનને મળી ગયા છે. બાકીના પણ જલદી મળશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી મળેલી રસીમાં પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ સ્વાસ્થ્યકર્મીઓને આપ્યા છે. પાકિસ્તાનનો લક્ષ્યાંક આ વર્ષના અંત સુધીમાં 7 કરોડ લોકોને રસી આપવાનો છે.

 


થોડા દિવસ પહેલા આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે હાલ પાકિસ્તાનની કોરોના રસી ખરીદવાની કોઈ યોજના નથી. અમે હર્ડ ઈમ્યુનિટી અને મિત્ર દેસો પાસેથી ભેટમાં મળનારી કોરોના રસીથી જ કોરોનાનો સામનો કરીશું. અત્રે જણાવવાનું કે હર્ડ ઈમ્યુનિટી ત્યારે ડેવલપ થાય છે જ્યારે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બીમારીથી પ્રભાવિત થયા બાદ તેનાથી ઈમ્યુન થઈ જાય છે.

 

અત્યાર સુધીમાં આ દેશોમાં પહોંચી મેડ ઇન ઇન્ડિયા વેક્સિન
ભારતમાં બનેલી કોરોના રસી પૂરી પાડવામાં આવેલા દેશોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, ભૂતાન, માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, શ્રીલંકા, બહેરીન, બ્રાઝિલ, મોરોક્કો, ઓમાન, ઇજિપ્ત, અલ્જીરિયા, દક્ષિણ આફ્રિકા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, અફઘાનિસ્તાન, બારબાડોસ, ડોમિનિકા, મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, સાઉદી અરેબિયા, અલ સાલ્વાડોર, આર્જેન્ટીના, સર્બિયા, મંગોલિયા, યુક્રેન, ઘાના, આઈવરી કોસ્ટ, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસ, સૂનીનામ, એંટીગુઆ અને બાર્બુડા, ડીઆર કોંગો, અંગોલા, ગામ્બિયા, નાઇજીરિયા, કંબોડિયા, કેન્યા, લેસોથો, રવાન્ડા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપી, સેનેગલ, ગ્વાટેમાલા, કેનેડા, માલી, સુદાન, લાઇબેરિયા, મલાવી, યુગાન્ડા, ગુયાના, જમૈકા, યુનાઇટેડ કિંગડમ, ટોગો, જિબુટી, સોમાલિયા, સેરા લિયોન, બેલીઝ, બસ્તાવાના, બસ્તોવાના, મોઝામ્બિક, ઇથોપિયા અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS