ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું- "હું મૃત્યુથી ડરતો નથી, TTPએ દેશના બાળકોની હત્યા કરી છે"

  • January 07, 2023 07:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન સમર્થિત 'તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન' વિરૂદ્ધ પોતાનું અભિયાન તેજ કર્યું છે. પાકિસ્તાનના સુરક્ષા દળોએ ટીટીપી સામે ઝડપી કાર્યવાહી કરી, જેણે તાજેતરના દિવસોમાં અનેક મોટા હુમલાઓ કર્યા છે. ગુરુવારે, પાકિસ્તાની સેનાએ પશ્ચિમ સરહદ પર ઓપરેશન ચલાવીને 11 TTP આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જેમાં TTP કમાન્ડર હફિઝુલ્લાહ તૌરે પણ માર્યો ગયો હતો.

હાલમાં પાકિસ્તાની સેના TTP વિરુદ્ધ રેડ એલર્ટ મોડ પર છે. સેના TTP આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને સમાચાર અનુસાર, પાકિસ્તાને ટીટીપીના ગઢ સલાલા ગુશ્તા શહેરમાં પણ હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાનની વાયુસેનાએ ગુરુવારે વહેલી સવારે બે હવાઈ હુમલા કર્યા હતા. જો કે પાકિસ્તાને આ હુમલાને નકારી કાઢ્યો હતો. આ દરમિયાન TTPએ પાકિસ્તાનના વિદેશ મંત્રી બીલાવલ ભુટ્ટોને મારી નાખવાની ધમકી આપી છે. બિલાવલે જવાબ આપતા કહ્યું હતું કે હું મૃત્યુથી ડરતો નથી.
​​​​​​​

TTP દ્વારા આપવામાં આવેલી ધમકી પર વિદેશ મંત્રી બીલાવલ ભુટ્ટોએ કહ્યું કે "આ લોકોને મોતથી ડરવું જોઈએ, હું મૃત્યુથી ડરતો નથી. TTPએ મારા દેશને બદનામ કર્યો છે અને મારા દેશના બાળકોની હત્યા કરી છે. અમે આ આતંકવાદીઓ સાથે લડીશું."

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેની અથડામણમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે. આ અંગે પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું છે કે જો તાલિબાન TTP વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application