ફોન ટેપિંગનાં વિવાદ વચ્ચે પાકિસ્તાનનો નવો રાગ, કહ્યું–ભારતે હેક કર્યેા ઇમરાન ખાનનો ફોન

  • July 21, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાને ભારત પર આરોપ મૂકયાં છે અને કહ્યું કે, તે આ મુદ્દો મોટા મચં પર ઉઠાવશે



પેગાસસને મામલે ભારતમાં વિવાદ ઉભો થયો છે. ભારતમાં તેના દ્રારા કેટલાક પત્રકાર અને જાણીતી હસ્તીઓના ફોનની જાસૂસી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ફોનની પણ આ ઇઝરાયલી સોટવેર દ્રારા કથિત રીતે જાસૂસીની વાતો સામે આવી છે. આને લઇને પાકિસ્તાને ભારત પર આરોપ મૂકયાં છે અને કહ્યું કે, તે આ મુદ્દો મોટા મચં પર ઉઠાવશે.

 


પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ઇમરાન ખાનના ફોનની જાસૂસીને લઇને ડોન ન્યૂઝને જણાવ્યું કે, અમે ભારત દ્રારા હેકિંગની વિગતોની રાહ જોઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, એક વખત વિગતો મળ્યા બાદ આ મુદ્દાને યોગ્ય મચં પર ઉઠાવવામાં આવશે. આ પહેલાં એક ટીટમાં ચૌધરીએ તે રિપોટર્સ પર ચિંતા વ્યકત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે કથિત રીતે પત્રકાર અને વિપક્ષની જાસૂસી કરાવવા માટે ઇઝરાયલના સોટવેરનો ઉપયોગ કર્યેા છે.

 


ઉલ્લેખનીય છે કે, પેગાસસ જાસૂસી મામલો સામે આવ્યા બાદ ભારતમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. વિપક્ષે આ મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. જો કે, ૨૦૧૯માં આ મુદ્દો ઉઠા બાદ ભારત સરકારે પેગાસસ સોટવેરના ઉપયોગનો ઇનકાર કર્યેા હતો અને અત્યારે પણ કેન્દ્ર સરકારે આ રિપોર્ટના ટાઇમિંગને લઇને સવાલ ઉભા કર્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS