કાશ્મીરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઝેર આપે છે પાકિસ્તાન

  • March 04, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત વિરોધી એજન્ડા માટે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાય છે, એનઆઈએની તપાસમાં ધડાકોભારતવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાને ક્યારેય નરમાશ રાખી નથી અને સતત પોતાની નાપાક પ્રવૃત્તિઓને ચાલુ રાખી છે અને હવે તેની ગંદી રમત અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ નો ફરીવાર પદર્ફિાશ થયો છે. કાશ્મીર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઝેર આપવાનું પાકિસ્તાને ઘણા લાંબા સમયથી ચાલુ રાખ્યું છે.

 


એનઆઈએની તપાસમાં એવો ધડાકો થયો છે કે પાકિસ્તાન સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી કાશ્મીર ના વિદ્યાર્થીઓને ભારત વિરોધી એજન્ડા માટે ડિગ્રીઓ આપવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઝેર આપવામાં આવી રહ્યું છે

 


કાશ્મીર ના વિદ્યાર્થીઓના માનસ માં ભારત ની વિરુદ્ધમાં ઝેર ભરી દેવાની આ નાપાક પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે અને તપાસનીશ અધિકારીઓ એ આ પ્રકરણના ઉંડાણમાં જઇને ચોકાવનારી બાતમી મેળવી છે.

 


તપાસમાં બહાર આવ્યા મુજબ પાકિસ્તાનની સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ તેમજ એન્જિનિયરિંગના પાઠ્યક્રમ અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે આપવામાં આવે છે.

 


ડોક્ટર અથવા તો એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં જેહાદી અને અલગતાવાદી માનસિકતા નાખવામાં આવી રહી છે અને આવા વિદ્યાર્થીઓને આતંકવાદી અથવા તો અલગતાવાદી નેતા તરીકે આગળ વધારવામાં આવે છે.

 


રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આતંકી ફંડિંગ મામલામાં થઈ રહેલી તપાસ દરમિયાન પાકિસ્તાનની આ નાપાક પ્રવૃત્તિ ઉજાગર થઈ છે. તપાસનીશ અધિકારીઓ એ જે આરોપપત્ર દાખલ કર્યો છે તેમાં ઉલ્લેખ છે કે આતંકવાદીઓ તેમજ હુરી યત કોન્ફરન્સ અને પાકિસ્તાન સરકાર વચ્ચે ત્રિપક્ષીય ગઠબંધન બહાર આવ્યું છે.

 


તપાસમાં એવું બહાર આવ્યું છે કે કટ્ટરપંથી કોન્ફરન્સના નેતાઓ ગિલાની અને ઉદારવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂક તેમજ તેમના અન્ય સાથીઓ પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટે નો પ્રબંધ કરી આપે છે અને તેમની ભલામણ પર પાકિસ્તાન માટે કાશ્મીરી વિદ્યાર્થીઓ ને વિઝા આપે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS