અફઘાનમા આતંકને રોકવાનું કામ પાકનુ , રશિયાને ભારતે આપ્યો જવાબ

  • September 09, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ભારત અને રશિયાના રાષ્ટ્રીય સલામતી સલાહકારો વચ્ચે અફઘાનિસ્તાનના મુદ્દા પર મહત્વની બેઠક થઇ હતી અને આ દરમિયાન ભારતે રશિયાને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદને રોકવાનું કામ પાકિસ્તાનનું છે.

 

રશિયા ની સામે ભારત દ્વારા પાકિસ્તાનની પોલ ખોલવામાં આવી હતી અને તાલિબાનને તેણે કેવી રીતે ટેકો આપ્યો છે અને કેટલી મદદ કરી છે તેનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા આતંકવાદી જૂથોને કઈ રીતે મદદ કરવામાં આવી રહી છે તેની તમામ હકીકતો ઉજાગર કરવામાં આવી હતી.

 

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ દ્વારા પોતાના રશિયાના સમકક્ષ સાથે બેઠક કરવામાં આવી હતી અને ડોભાલે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વધે નહીં તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાનની રહે છે કારણ કે તમામ આતંકવાદી જૂથો પાકિસ્તાનના ઈશારા પર કામ કરી રહ્યા છે અને તાલિબાન સાથે મળીને આતંકવાદી જૂથ કોઈ પડકારો ઊભા ન કરે તે જોવાની જવાબદારી પણ પાકિસ્તાનની રહે છે.

 

ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં કોઈ હિંસા આચરે નહિ અને પોતાનું નેટવર્ક ઊભું કરે નહીં તે જોવાની જવાબદારી પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા બધા દેશોની રહે છે.

 

બંને દેશના સલામતી સલાહકારોએ તાલિબાનના રાજ પછી સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરવી અને આતંકવાદી પડકારોનો સામનો કેવી રીતે કરવું તેના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી અને તાલિબાન સાથે આતંકવાદીઓની મીલીભગત ની ચર્ચા પણ થઇ હતી અને જેમાં પાકિસ્તાનના નકારાત્મક રોલ ની પણ ચર્ચા કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021