આજે માહીનો બર્થ ડે, તેની હેર સ્ટાઈલ પર આફરીન હતા પાકિસ્તાની રાષ્ટ્રપતિ મુશર્રફ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો બર્થડે છે. રાંચી જેવા નાનકડા શહેરમાંથી પોતાની આવડતના દમ પર આગળ આવનાર છોકરો એક દિવસ ક્રિકેટનો સૌથી મોટો આઈકન બની જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. કદાચ ખૂબ ધોનીને પણ તે બાબતની ખબર નહી હોય. માહીની રમતથી તો ભલભલા લોકો પ્રભાવિત થયા હતા પરંતુ તેની હેર સ્ટાઈલથી પણ દુનિયા દીવાની બની હતી.


લાંબા વાળ સિલ્કી અને નાના બાળક સુધી ધોનીને દરેક અંદાજમાં જોવા મળ્યા છે. માહીએ અપનાવેલો કોઈપણ લોકો હંમેશા ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ખુદ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફ યુવાન ધોનીના હેરસ્ટાઇલના દિવાના થઈ ચૂક્યા હતા.

 


મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ઇન્ડિયામાં જોડાયા હતા ત્યારે તેના વાળ ખૂબ જ લાંબા હતા અને ધોનીના આ વાળ ની દુનિયા દીવાની હતી. ધોની જ્યારે પ્રારંભના દિવસો માં લાંબી મારતા હતા તો હેલ્મેટ થી બહાર લટકતા તેના લાંબા વાળ અલગ જ રંગ માં હવામાં લહેરાતા હતા. ધોનીના લાંબા વાળની દીવાનગી એટલી બધી હતી કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ ધોનીના વાળના વખાણ કરતાં થાકતા ન હતા.

 

વાત વર્ષ 2006ની છે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ગઈ હતી. લાહોરમાં રમવા માં આવેલા મુકાબલામાં ધોનીએ ધૂંઆધાર બેટિંગ સાથે 46 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી. આ સિરીઝમાં ધોનીએ પાકિસ્તાની બોલરને એવા કયા હતા કે જાણે તેમની બાઈકના ટાયરની હવા કાઢી નાખી હોય.

 

મેચ બાદ પ્રેઝન્ટેશન પહોંચેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ધોનીના વાળની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે બંને આ મેદાનમાં ઘણા ફ્લિપકાર્ડ લાગેલા જોવા મળ્યા હતા. જેમાં ધોની જેવા હેર કટ માટે સલાહ આપવામાં આવી રહી હતી. પરંતુ મુશર્રફે ધોનીને જણાવ્યું હતું કે તમે વાળ કપાવતા નહીં તમે આવા વાળ ખૂબ જ સુંદર દેખાવ છો.

 

પરવેઝ મુશર્રફનો ક્રિકેટ પ્રેમ આમ પણ કોઈ છુપાયેલ ન હતો, એવા મુશર્રફ ધોનીનો ઉલ્લેખ કરી અને ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ પૂછતા હતા કે અને ક્યાંથી શોધી લાવ્યા છો ? આ વખતે હાજર જવાબી ગાંગુલીએ પણ તરત જણાવ્યું હતું કે વાઘા બોર્ડર પાસે ફરતો હતો ત્યાંથી અંદર ખેંચી લીધો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS