અફઘાનિસ્તાનમાં ભારતની સંપતિને ટાર્ગેટ કરવા પાકનો તાલીબાનોને નિર્દેશ

  • July 19, 2021 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ એટલે કે ISI એ અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવાનના નિર્દેશ આપ્યા છે. ISI એ તાલિબાનમાં સામેલ થયેલા પાકિસ્તાની આતંકીઓને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓ પર હુમલો કરવામાં આવે.

 

તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના હિસ્સા પર પોતાનો કબજો જમાવ્યો છે અને અફઘાન સેના સતત તેની સામે નબળી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન પણ તાલિબાનની મદદ કરી રહ્યું છે જેથી કરીને તેના સહારે તે ભારતને અફઘાનિસ્તાનથી દૂર કરી શકે. ભારત સરકારે છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનના પુર્નનિર્માણના પ્રયત્નમાં 3 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં ડેલારામ-જરાંજ સલમા બંધ વચ્ચે 218 કિમીનો રસ્તો અને અફઘાન સંસદ ભવન જેું ઉદ્ધાટન 2015માં કરાયું હતું તે પણ સામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021