જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત કાશ્મીરના અનંતનાગમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે, તેમનો ડ્રાઇવર અકસ્માતમાં ઘાયલ થયો છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મીડિયા સેલે કાર અકસ્માતની દુર્ઘટના વિશે માહિતી આપી હતી. મીડિયા સેલે જણાવ્યું હતું કે,પીડીપી પ્રમુખ મહેબૂબા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઇ રહ્યા હતા તે વેળા તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. મહત્વનું છે કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેમના સુરક્ષા અધિકારીઓને કોઈ ગંભીર ઈજા થઇ નથી
અકસ્માત અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી ગુરુવારે અકસ્માતમાંથી હેમખેમ બચી ગયા હતા. કારણ કે તે જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે અનંતનાગ જિલ્લાના સંગમ ખાતે અકસ્માતનો ભોગ બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીની કાર સંગમમાં અન્ય વાહન સાથે અથડાઈ હતી. પરિણામે, આ અકસ્માત સર્જાયો હતો.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ખાનબલ આગની ઘટનાના પીડિતોને મળવા માટે જઇ રહ્યા હતા. તે વેળા આ ઘટના ઘટી હતી પણ અકસ્માતમાં તેમને ઇજા થઇ ન હતી. જો કે તેમની અંગત સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી. કાર અકસ્માત થયો હોવા છતાં પીડીપી વડા તેમના નિર્ધારિત પ્રવાસ માટે આગળ વધ્યા હતા. પાર્ટીના પ્રવક્તાએ દુર્ઘટના વિશે જણાવ્યું કે મહેબૂબા સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઇ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech