ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં 2 કલાક ચાલે એટલું જ ઓક્સિજન, અફરાતફરીનો માહોલ, ખાનગી હોસ્પિટલો સાંજે બંધ કરવાની ડોક્ટરે કરી જાહેરાત

  • April 23, 2021 07:42 PM 


દેશભરની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઘટ પડી રહી છે તેવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અનેક હોસ્પિટલમાં પણ સ્થિતિ ઓક્સિજન મામલે ચિંતાજનક બની છે. રાજકોટના ગોંડલ ખાતે પણ હવે ઓક્સિજનને લઈ બૂમરાડ શરુ થઈ છે. અહીં ખાનગી હોસ્પિટલોમાં બે દિવસ પહેલા તો જેમતેમ કરી આગેવાનોએ ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ સરકારી તંત્રને ઓક્સિજન પુરો પાડવા માટે જાણ કરાઈ હતી. જો કે આ વાતને 24 કલાક જેવો સમય વીતી ગયો છતાં પણ સરકારી તંત્ર તરફથી ઓક્સિજન પૂરો ના પાડવામાં આવતાં દર્દીઓના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. 

 

 

તેવામાં  ગોંડલ શહેરની ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ અનેક અમૃતકુંભ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો માત્ર અડધી કલાક ચાલે તેટલો જ હોય દર્દી અને તેના સગા વ્હાલાઓને જીવ તાળવે ચોંટી જવા પામ્યો છે. સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓએ મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. 

 

 

આ વાત સાથે હોસ્પિટલ સંચાલકોએ જાહેરાત કરી છે કે જો સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આજે સાંજે ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી , શ્રીજી હોસ્પિટલ, શ્રી રામ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવશે. આજે ડોક્ટર ભરત શિંગાળા એ આ જાહેરાત કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS