અમેરિકાથી ઑક્સિજન કોન્સર્નટ્રેટર્સ દિલ્હી પહોંચ્યા

  • April 27, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરથી દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ પડી ભાંગી છે. લોકો ઑક્સિજન મેળવવા ફાંફાં મારી રહ્યા છે. આ અભૂતપૂર્વ સ્વાસ્થ્ય સંકટથી લડવા માટે વિશ્ર્વના અનેક દેશો તરફથી સમર્થન પ્રાપ્ત થયું છે. દરમિયાનમાં અમેરિકાથી 318 ઑક્સિજન કોન્સર્નટ્રેટર્સ દિલ્હીના ઍરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે.

 

 

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે આ મહામારી સામે લડવા માટે દેશને દરેક મોરચે મજબૂત બનાવવાના પ્રયાસો જારી છે. ભારતને સિંગાપોર પાસેથી પણ ઑક્સિજનની સહાયતા મળી છે. ઍર ઇન્ડિયાની ન્યૂ યોર્ક-દિલ્હી ફ્લાઇટમાં ઑક્સિજન કોન્સર્નટ્રેટર્સ પહોંચ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS