આવતા 10 દિવસમાં 8000 ઓક્સિજન બેડ તૈયાર થઇ જશે: વિજયભાઈ રૂપાણી

  • April 19, 2021 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાને કાબૂ કરવો હશે તો 8 મુખ્ય શહેરોમાં સ્થિતિ કાબૂ કરવી પડશે અને અમે તે માટે યુદ્ધઙ્ગા ધોરણે કામ કરી રહ્યા છીએ: ઓક્સિજન સપ્લાય સરકાર માટે ખૂબ મહત્વનો મુદ્દો


છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાએ તેના કહેરનો પરીચય આપતા એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 10,340 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 110 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં 61,647 જેટલા ઓલ ટાઇમ હાઈ એક્ટિવ કેસ થતા વિકસિત ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને જાણે લકવો મારી ગયો હોય તેમ તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સરકાર યુધ્ધના ધોરણે પગલાં લઇ રહી છે તેમ જણાવ્યું છે.

 


મહામારી સામે ક્યારેય ન લડી હોય તેવી લડાઈ લડી રહ્યું છે ત્યારે એક અંગ્રેજી અખબાર સાથેની ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કહ્યું કે તેમની સૌથી પહેલી પ્રાથમિક્તા રાજ્યમાં ઓક્સિજન બેડ વધારવાની છે. રુપાણીએ કહ્યું કે, ’પાછલા એક મહિનામાં અમે રાજ્યમાં કોવિડ બેડની સંખ્યા 41000થી વધારીને 78000 કરી છે. 15 માર્ચથી 18 એપ્રિલ સુધીમાં અમે રાજ્યમાં 37000 કોવિડ બેડ નવા વધાયર્િ છે. રાજ્યમાં હાલ 35000 ઓક્સિજન બેડ છે અને 10000 આઈસીયુ બેડ છે.’

 


જોકે કોરોનાની આ લહેરમાં વધુને વધુ દર્દીઓને ઓક્સિજન સપ્લાયની જરુરિયાત પડી રહી હોવાથી રાજ્ય સરકાર આગામી 10 દિવસમાં યુદ્ધના ધોરણે વધુ 8000 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવા જઈ રહી છે. સીએમ રુપાણીએ કહ્યું કે અમે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે અને હજુ વધુ બેડ વધારીશું’

 


અહીં એ બાબતની નોંધ લેવી ખૂબ જ જરુરી છે કે દેશમાં કોરોના કહેર વચ્ચે ગુજરાત એ 10 રાજ્યો પૈકી છે જ્યાં દરરોજ સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે અને જ્યાં સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે.

 


કોવિડ સામેની લડાઈમાં રાજ્ય સરકાર માટે ઓક્સિજનની વ્યવસ્થાને સૌથી વધુ મહત્વપૂર્ણ ગણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બરમાં આવેવી છેલ્લી લહેર દરમિયાન દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 250 એમટી હતી. પણ આ લહેરમાં, તે ત્રણ ગણી વધીને 830 એમટી થઈ ગઈ છે. જેનું બંને રીતે અર્થઘટન કરી શકાય છે - ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, અને ઓક્સિજન સપ્લાયવાળા બેડની સંખ્યામાં પણ વધારો થયો છે.

 


રુપાણીએ જણાવ્યું હતું કે નોટિફિકેશન પહેલેથી જ જારી કરવામાં આવ્યું છે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ ચાર મોટા શહેરોની આજુબાજુ ઓક્સિજન મેન્યુફેક્ચરીંગ કરતા તમામ યુનિટના ઉત્પાદનને માત્ર માત્ર તબીબી વપરાશ માટે ઉપયોગ કરવામાં આવશે. જેથી વધતી જતી ઓક્સિજનની માગને પૂરી કરી શકાય.
મુખ્યમંત્રીએ કહ્યું કે આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાના વાયરસના ફેલાવાને અંકુશમાં લેવો તે આ મહામારી સામેની લડાઈમાં જીતની ચાવી છે. રાજ્યના દૈનિક કોરોના કેસના આંકડામાં સૌથી મોટા ભાગ આ આઠ મોટા શહેરોના આંકડાનો છે. જો આપણે ત્યાં નવા કોરોના કેસોને નિયંત્રિત કરી શકીએ, તો આપણે એકંદર પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીશું. આમ, નવા કેસો ઝડપથી શોધવા પરીક્ષણમાં વધારો કરવામાં આવે, કન્ટિમેન્ટ ઝોન વધારવામાં આવે અને નવા બેડ ઉમેરવામાં આવે આ ત્રણ પ્લાન સાથે અમે મહામારી સામે યુદ્ધ કરી રહ્યા છીએ. તેમ રુપાણીએ જણાવ્યું હતું.

 


તેમણે આ માટે ઉદાહરણ આપતા જણાવ્યું કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગ સાથે 900 બેડની મેડિકલ ફેસિલિટી અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ’આ ફેસિલિટીનું 22 એપ્રિલના રોજ ટ્રાયલ રન કરવામાં આવશે અને ત્યારબાદ જરુર જણાયે 500 વધુ બેડ તેમાં ઉમેરવામાં આવશે.’


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS