સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી સંભવત: 50 ઓક્સિજન બેડની હોસ્પિટલ શરૂ કરી દેવાશેે

  • April 21, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને પગલે મોટાભાગની હોસ્પિટલો ફૂલ થઇ જવા પામી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટરમાં તંત્રની મદદથી 400 બેડની ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

 

 

જે અંતર્ગત આવતીકાલથી સંભવત: 50 ઓક્સિજન બેડ સાથે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓને જ અહીં દાખલ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા સપ્તાહે કોરોનાના માઈલ્ડ અને મોડરેડ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જોકે શહેરમાં ઓક્સિજન બેડ ધરાવતી હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેમ્પસમાં ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેની મંજૂરી મળી જતા ગયા સપ્તાહે જ કેમ્પસમાં આવેલા ક્ધવેન્શન સેન્ટરમાં ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. કુલ 400 ઓક્સિજન બેડ સાથેની આ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે. જેમાંથી 50 ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલ સંભવત: આવતીકાલે જ શરૂ કરી દેવામાં આવશે તેવું ઉપકુલપતિ ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું.

 

કોવિડ કેર સેન્ટર હાઉસફૂલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ અધ્યાપક કુટીરમાં 11 એપ્રિલથી કોરોનાના માઈલ્ડ અને મોડરેટ સિમ્પટમ્સ ધરાવતાં દર્દીઓ માટે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એક સપ્તાહમાં જ હાઉસફુલ થઇ જવા પામ્યું છે. તો અધ્યાપક કુટીર પછી અમુક દર્દીઓને ક્ધવેન્શન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ઓક્સિજન બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર હોય અહીંના દર્દીઓને સીસીડીસી સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે તે પણ હવે હાઉસફૂલ થવાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS