ભારતમાં ફરી શરૂ કરાશે ઓક્સફર્ડની કોરોના વેક્સીનની ટ્રાયલ

  • September 16, 2020 11:05 AM 303 views

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCIG) ડૉ. વીજી સોમાનીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાને ઓક્સફર્ડની કોરોના વેક્સીનની ફરી ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી આપી છે. તેની સાથે જ DCGI એ બીજા અને ત્રીજા ચરણ માટે ઉમેદવાર પસંદગી કરવાની રોકના આદેશને પણ રદ કરી દીધો છે.

 

આ પહેલા 11 સપ્ટેમ્બરે DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ પર કોરોના વેક્સીનની ટ્રાયલ પર સુરક્ષના કારણોસર રોક લગાવી દીધી હતી. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રજેનેકા પીએલસી તરફથી બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સીનના ટ્રાયલના શરૂઆતના પરિણામો ઘણાં સારા જણાયા હતા. પરંતુ બ્રિટનમાં એક વ્યક્તિ બિમાર પડવાના કારણે બ્રિટનની સાથે ભારતમાં પણ ટ્રાયલ રોકી દેવામાં આવી હતી.

 

ભારતમાં ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા ચરણના ટ્રાયલ્સ 17 જગ્યાઓ પર ચાલી રહ્યા છે. તેના પર દેશના લોકોની મોટી આશા બંધાયેલી હતી. પરંતુ હવે ફરી તેની ટ્રાયલ શરૂ થવા જઈ રહી છે. આ વેક્સીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે અને દુનિયાના ઘણાં દેશો સાથે ટાઈઅપ કરાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application