રાત્રીના ધાર્મિક પ્રસંગ બાદ સવારે 200થી વધુ લોકોની આંખોમાં ઇન્ફેકશન, કેમિકલ યુક્ત ધૂપથી 15ની આંખો બીડાઈ

  • April 08, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર આવેલા આંબેથા ગામે રમેલના પ્રસંગે રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં વહેલી સવારે 200 જેટલા લોકોની આંખો સૂજી ગઇ હતી. તો 15 લોકોની આંખો બિડાઇ ગઇ હતી. આ ઘટનાથી ભારે અફરા- તફરી મચી ગઇ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા.
​​​​​​​

પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના કેમિકલ યુકત ધુમાડાના કારણે બની હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતના સરપંચ કલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગામમાં શાંતીજી બળવંતજી ઠાકોરને ત્યાં રમેલનો ધાર્મિક પ્રસંગ હતો. જેમાં અમારા ગામ તેમજ આજુબાજુના ગામના તેમના સગા- સબંધીઓ આવ્યા હતા. આ પ્રસંગ સાંજથી વહેલી સવાર સુધી ચાલ્યો હતો. જ્યાં વહેલી સવારે લોકોની આંખો સૂઝી ગઇ હતી. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, 200થી વધુ લોકોની આંખોમાં અસર થઇ હતી. 15 જેટલી વ્યકિતઓની આંખો બિડાઇ ગઇ હતી. જોકે, સારવાર બાદ તમામ અસરગ્રસ્ત વ્યકિતઓની આંખો સંપૂર્ણપણે સ્વસ્થ બની છે.

ડોક્ટર્સ મુજબ કેમિકલ યુકત ધૂમાડો અને લાઇટની ગરમીના કારણે આંખ ઉપર સોજો આવી જાય છે. દર્દી આંખ ચોળે એટલે તકલીફ વધતી હોય છે. તાત્કાલિક સારવાર લેવામાં આવે તો આંખોને કોઇ નુક્સાન થતું નથી. સારી કવોલીટીના એન્ટીબાયોટીક ટીંપા અને ગોગલ્સ પહેરવાથી દર્દીને રાહત થાય છે. કેમિકલ યુક્ત ધૂપથી આંખ સહિત શ્વવશનતંત્રને પણ નુકશાન થતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application