પોલીસ એકશન મોડમાં: કાળા કાચધારીઓ સામે લોકોમાં રોષ

  • July 26, 2021 05:17 PM 

સીએમ (કોમનમેન) દ્રારા 'આજકાલ'ના અભિયાનને બિરદાવાતા મેસેજીસ, ફોટો, કોમેન્ટસની ભરમાર

કાળા કાચ, કાળા કરતુતોની મુહિમ, સીપીના આદેશની એકિટવ બનેલી પોલીસે પ્રથમ દિવસે જ ૩૦૦થી વધુના કાળા કાચ હટાવ્યા, અલગ અલગ ટીમો બનાવી મુખ્ય માર્ગેા, સર્કલો પર ચલાવાશે ડ્રાઈવ, કાળા કાચધારીઓથી ડર ન રાખવા પોલીસનો પણ અનુરોધ

 

 


રાજકોટ શહેરમાં ટપોરીઓ, છાંકો પાડનારાઓ, ગુનાઈત તત્યો કે આવા માનસધારીઓ દ્રારા પોતાના ફોર વ્હીલ વ્હીકલ્સમાં બ્લેક કે આવી ડાર્ક ફિલ્મો લગાવીને મચાવાતા ઉત્પાત કે પોલીસને પણ દાદ આપતા ન હોવાથી અથવા તો પોલીસ આવા મોંઘા વાહનોમાં લાગેલી ફિલ્મો ઉતરાવવામાં અચકાતી હોય કે પછી કાર કે આવા વાહનોમાં ફરતા ગુનાખોરધારી ઈસમો, મોટામાથાઓના ચહેરા જોઈને કશું બોલી કે કાંઈ એકશન લઈ શકતી ન હોવાની એક પ્રકારની આવી સ્થિતિને લઈને શહેરમાં વાહનેમાં કાળા કાચ ફિલ્મધારીઓની સંખ્યાનો આકં વધવા લાગ્યો હતો. અંતે 'આજકાલ' અખબારની પ્રજાલક્ષી મુહિમ અને પોલીસ કમિશનરના આદેશના પગલે શહેર પોલીસ એકશનમાં આવી છે પ્રથમ દિવસે જ ટ્રાફિક પોલીસે કાળા કાચધારી ૩૦૦થી વધુ વાહનો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

 


શહેરમાં ગુનેગારો પર કાબુ રાખવા કે ગુનાખોરી ઘટાડવા માટેની જવાબદારી લઈને ફરતી પોલીસ દ્રારા રૂટીન રીતે પોલીસ જુવે તો તેમની નજરમાં કાળા કાચવાળા વાહનોએ માત્ર દંડની રકમ વસુલવા યોગ્ય લાગતા કે કાળા કાચવાળા વાહનો પ્રત્યે વધુ પડતા બેધ્યાન રહેતા હોવાથી આ દૂષણ વધી ગયું કોઈને એમાંય ગુનેગારોને તો પોલીસનો કાળા કાચ રાખવા બાબતે જાણે કોઈ ડર જ રહ્યો ન હોય એ રીતે કાળા કાચવાળા વાહનો જ રાખતા હોય છે. ગુનાખોરી ઘટાડવાના મુળ કે પાયારૂપ કામગીરી કરવા માટે પોલીસ કાળા કાચધારી વાહનો સામે એકશનમાં આવે અને આવી બ્લેક ફિલ્મો દૂર થાય એટલે અપહરણ, ખંડણી, વ્યાજખોરો, માદક દ્રવ્યો, દારૂ, હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓ પણ ઘટશે.

 


કાળા કાચ સામે 'આજકાલે' ઉઠાવેલા અભિયાનમાં બે દિવસથી પોલીસ પણ એકશન મોડમાં આવી છે. નવનિયુકત ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર તરફથી મળેલી સૂચના અંતર્ગત બ્લેક ફિલ્મવાળા વાહનો સામે ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે એ મુજબ સ્ટાફને પણ સૂચિત કરવામાં આવ્યો છે બ્લેક ફિલ્મવાળા વાહનોમાં કોઈપણ શેહ–શરમ વીના પોલીસ કાર્યવાહી કરાશે.
બ્લેક ફિલ્મો સામે એકશનમાં આવેલી પોલીસ દ્રારા ૩૦૦થી વધુ કેસ કરાયા હતા અને સ્થળ પર જ દહં પણ વસુલવામાં આવ્યા હતા. આ ઉપરાંત બ્લેક ફિલ્મોવાળા વાહનોમાં જો જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ન હોય તો તે અંગે પણ પોલીસ કાર્યવાહી કરાઈ હતી.

 


બીજી તરફ બ્લેક ફિલ્મવાળા વાહનોનો કેટલીહદે શહેરમાં ત્રાસ છે તેના 'આજકાલ' અખબાર દ્રારા પ્રજાહિત કે શાંત શહેરીજનોને આવા નકારા તત્વોના ત્રાસમાંથી મુકિત મળે એ માટે ચલાવાઈ રહેલા અભિયાનને પ્રજાજનો તરફથી પણ જબ્બરો પ્રતિસાદ મળ્યો છે. 'આજકાલ' અખબાર કાર્યાલયના ફોન પર તેમજ આવા કાળા વાહનોના ફોટાઓ મોકલવા માટે લોકો માટે જાહેર કરાયેલા બે મોબાઈલ ફોન નંબર પર પણ બ્લેક ફિલ્મવાળી કાર્સ કે આવા વાહનોના ફોટાનો મારો ચાલ્યો છે. આ ઉપરાંત પ્રજાજનો દ્રારા આ મુહિમને બિરદાવતા કે પ્રજાહિતનો અવાજ ઉઠાવ્યો હોવાના મેસેજીસ, કોમેન્ટસ સાથેના પોઝિટિવ ફિડબેક પણ લોકો દ્રારા મોકલાઈ રહ્યા છે.

 


કેટલાક વ્યકિતઓ તો એવી વેદના વ્યકત કરી કે આવા લોકો સામે પોલીસ પણ એકશન લઈ શકતી નથી જેથી અમે સામાન્યજન કઈં ન કરી શકતા હોવાથી કાંતો આવા ઈસમોના ત્રાસથી રસ્તાઓ બદલવા પડે છે, અથવા તો ત્રાસ સહન કર્યા વિના છૂટકો મળતો નથી. પોલીસ હવે ખરા કે જનહિતમાં જાગૃત બનીને ડાર્ડ કે કાળા કાચ વાહનોમાંથી દૂર કરાવવા જ જોઈએ જેથી શહેરની શાંતિ વધુ સૂદ્રઢ બની શકે.

 

 

પોલીસ કાળા કાચ સામે કડક બને તો ટ્રાફિકના અન્ય નિયમનો ભગં પણ અટકે
રાજકોટ શહેર પોલીસમાં ટ્રાફિક નિયમન પાલનની ટ્રાફિક બ્રાંચની પ્રથમ જવાબદારી બને છે પરંતુ આ શાખા પર ફરજનો ટોપલો ઢોળીને અન્ય બ્રાંચ ટ્રાફિક, વાહન ચેકિંગ કામગીરીમાંથી છટકી ન શકે કારણ કે રવાળે તો પોલીસના હેડ હેઠળનું જ કામ છે ને. પોલીસે કાળા કાચ સામે અત્યારે તો સીપીની સૂચનાથી ઝુંબેશ આરંભી છે પરંતુ પોતાની જ ફરજ સમજીને વધુ કડક બનવાની જરૂર છે. જો કાળા કાચવાળા આવા વાહનો અટકાવશે તો ચાલક પાસે લાયસન્સ ન હોય, વાહનની આરસી બુક કે અન્ય આવા દસ્તાવેજી પુરાવાઓ ન હોય તો ટ્રાફિક નિયમન ભગં હેઠળ પણ વાહનો ડિટેઈન સુધીની કાર્યવાહી થઈ શકે અને આવા કારણોસર વાહનો વધુ નિયમબધ્ધ બનશે અને ગુનાખોરી પર પણ લગામ આવશે.

 

 

કાળી ફિલ્મો સાથે કર્કસ હોર્ન, નંબરપ્લેટોની ઉઠી ફરિયાદો
વાહનોમાં કાળી ફિલ્મો બાબતે 'આજકાલ'ના ફોન નંબરો પર ફરિયાદો મળી છે. ઉપરાંત શહેરમાં કાન ફાડી નાખે તેવા ઘોંઘાટિયા હોર્ન પોતાના વાહનોમાં લગાવીને દોડતા વાહનો સામે પણ અવાજ ઉઠયો છે. શહેરમાં સાયલન્ટ ઝોન તો માત્ર ઓન પેપર રહ્યા હોય અથવા તો વાહનધારકોને શાળા, કોલેજો, શૈક્ષણિક સંકુલો કે હોસ્પિટલો નજીક સાયલન્ટ ઝોનની કોઈ અમલવારી રહી નથી. ટપોરીઓ, લુખ્ખાઓ વાહનોમાં નિયમ વિરૂધ્ધના અવનવા કર્કસ અવાજવાળા હોર્ન લગાવીને ફરતા રહે છે. યુવતીઓની પજવણીઓ થતી રહે છે રહેણાંકો કે આવા સ્થળો નજીક ઘોંઘાટિયા હોર્ન વગાડતા રહે છે. જો ટપારવામાં આવે તો ઝઘડા પર ઉતરી આવે છે આવા નિયમ વિરૂધ્ધના હોર્ન લગાવનારાઓ સામે પણ પોલીસ એકશન લે. આવી જ રીતે કાંતો વાહનોમાં નંબર પ્લેટો જ નથી લગાવતા અને જો નંબર પ્લેટ હોય તો એકાદ અક્ષર પર પીછડો લગાવે કે આવી છેડછાડ કરે છે અથવા તો નંબર પ્લેટનો એક ખૂણો વાળી નાખે જેથી સાચા નંબરો પોલીસની આંખોમા તો શું તીસરી આખં આઈ–વે પ્રોજેકટમાં પણ ન આવી શકે. કર્કસ હોર્ન અને આવી છેડછાડવાળી નંબર પ્લેટોવાળા વાહનો સામે પણ ઝુંબેશ જરૂરીની માગ ઉઠી છે. નંબરોમાં છેડછાડ કરીને ટ્રાફિક નિયમ ભગં કર્યેા હોય તો એ નંબર આધારે અન્યના ઘરે ઈ–મેમો પહોંચી જતો હોય છે જેના કારણે આઈ–વે પ્રોજેકટ સ્ટાફને પણ પરેશાની જેલવી પડે છે. આવી જ રીતે આવુ વાહન કોઈ ગુનો આચરીને ભાગ્યું હોય તો અધુરા કે બદલાયેલા નંબર આધારે પોલીસે તે વાહનધારકને ત્યાં પહોંચી જાય છે અને ખરો ગુનેગાર બચી જાય છે. જેથી પોલીસે નંબર પ્લેટ અભિયાન ઉઠાવવું પણ જરૂરી છે.

 

આજકાલની ઝુંબેશને પ્રચડં પ્રતિસાદ તમે પણ મોકલો ફોટો

કાળા કાચ હેઠળ ચાલતા કાળા કરતુત અટકાવવા 'આજકાલ' દ્રારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને સામાન્ય નાગરિકો દ્રારા પ્રચડં પ્રતિસાદ મળ્યો છે. સોશિયલ મીડિયાથી માંડીને ફોન કોલ્સ અને વ્હોટસઅપ દ્રારા જનતાએ આ ઝુંબેશને વધાવી છે, તસવીરો મોકલાવી છે અને વિવિધ આ સૂચનો પણ કર્યા છે. આપ પણ આ ઝુંબેશમાં સહભાગી થઈ શકો છો. આપ કોઈ કાળા કાચ ચડાવેલું વાહન જુઓ તો અમને ફોટો વ્હોટસએપ કરો અથવા ફોન કરો. માહિતી આપનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. રાજુ વાડોલિયા: ૯૮૨૫૧ ૫૨૬૪૫, હર્ષ ભટ્ટી : ૯૭૨૪૬ ૧૪૪૪૪.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS