ભાવનગરમાં ગરમીનો પ્રકોપ : મહત્તમ તાપમાન સતત ૪૦ ડિગ્રી ઉપર

  • May 22, 2020 10:00 AM 132 views

ભાવનગરમાં સમગ્ર રાજ્યની સાથે ગરમીનું જોર વધતુ જાય છે. ગુરૂવારે સતત બીજા દિવસે ગરમીનો પારો ૪૦ને પાર કરીને ૪૦.૧ ડિગ્રી નોંધાતા આગ ઝરતી ગરમીનો અનુભવ થયો હતો રાત્રે પણ ગરમીને કારણે પંખમાંથી ગરમ હવા ફેંકાતી હતી.

કોરોના મહામારીના ચોથા લોકડાઉનમા છૂટછાટ મળતા વહેલી સવારથી લોકો બહાર નિકળી રહ્યા છે અને  ચાર વાગ્યે બજાર બંધ થઈ જાય છે. જો કે બપોર થતા જ સૂર્ય નારાયણનો આકરો મિજાજ જોવા મળે છે અને  આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થતા બપોરે એક વાગ્યાથી જ દુકાનો બંધ થવા લાગે છે.  ગુરૂવારે મહત્તમ તાપમાન ૪૦.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તો બપોરે પવનની ઝડપ વધીને ૨૬ કિ.મી. થઈ ગઈ હતી જેના કારણે ગરમ લૂ નો ચામડી દઝાડતો અનુભવ થયો હતો. ગરમીનો માહોલ મોડી સાંજ સુધી છવાયેલો રહે છે. 

બપોરના સમયે લોકોને કામ વગર બહાર નહિ નિકળવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા અપાઈ છે. ગુરૂવારે લઘુતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી રહ્યુ હતુ અને રાત્રે પણ ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો.

   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application