શહેરમાં નવા ૧૩ કેસમાંથી ૧૧ પુરૂષ, કોરોના સંક્રમણમાં પુરૂષની સંખ્યા વધુ

  • December 04, 2020 10:13 AM 152 views

બહાર આવન–જાવન અને બેદરકારીને કારણે પુરૂષો થઈ રહ્યા છે સંક્રમિત

ગુરૂવારે જિલ્લામા નવા ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા યારે ૧૮ દર્દીઓ કોરોનામુકત થતા હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ રહ્યા છે. આ ૨૦ પૈકી શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે.


ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહત્પવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. કાલે  મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. યારે અત્યાર સુધીમા કુલ ૫,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application