રાજકોટમાં ૯૬૬માંથી હવે ૯૨ પરિવાર હોમ કવોરન્ટાઇન

  • April 07, 2020 03:59 PM 292 views

રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેવા રાહતના સમાચાર વચ્ચે કુલ ૯૬૬ પૈકી આજની સ્થિતિએ હવે ફકત ૯૨ પરિવારો હોમ કવોરેન્ટાઇન છે, હાલ સુધીમાં ૮૭૪ પરિવારોએ પોતાનો ૧૪ દિવસનો હોમ કવોરેન્ટાઇન સમય સફળતાપૂર્વક પૂર્ણ કર્યેા હોવાનું જાહેર કરાયું છે.


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તા.૧૯ માર્ચના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યો હતો ત્યારબાદ નાગરિકોને હોમ કવોરેન્ટાઇન કરવાનું શ કરાયું હતું. જંગલેશ્વર બાદ કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક નજીક આવેલા ન્યુ કોલેજવાડીના સામ્રાય એપાર્ટમેન્ટ મેઇન રોડ, રોયલ પાર્કમાં પંચશીલ એપાર્ટમેન્ટ, ડો.યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથ પ્લોટ , સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર મેઇન રોડ પર એકતા એપાર્ટમેન્ટ તેમજ નાનામવા મેઇન રોડ પર તાપસ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળતા અનેક નાગરિકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી પાસેથી મુસાફરોનું લિસ્ટ મેળવી જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના સમયગાળામાં વિદેશ પ્રવાસ કે આંતરરાય પ્રવાસ કરીને રાજકોટ પરત ફર્યા હોય તેવા નાગરિકોને પણ હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવી દિલ્હી અને નોઇડાથી પરત ફરેલા નાગરિકોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું પરંતુ તેમને કોઇ લક્ષણો નહીં જણાતા હોમ કવોરેન્ટાઇન કરાયા ન હતા. વધુમાં મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે હોમ કવોરેન્ટાઇન કરાયેલા પરિવારોનું દરરોજ દિવસમાં ત્રણ વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ જો કોઇને શરદી, ઉધરસ,તાવ કે કોરોનાના લક્ષણો જણાય તો તુરતં જ આરોગ્ય કેન્દ્રના તબીબોની ટીમ દ્રારા તેમનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરી આરોગ્ય વિભાગના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત હોમ કવોરેન્ટાઇન કરેલા પરિવારોને ઘરે બેઠા અનાજ,કરિયાણું,દૂધ, દવાઓ વગેરે જીવન જરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે હોમ ડિલિવરી સર્વિસની વ્યવસ્થાઓ પણ નિર્માણ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application