અમારા બાળકોને ભણવામાં ઓનલાઇન કાંઇ સમજાતું નથી!

  • October 30, 2020 02:27 PM 269 views

 

પોરબંદરમાં જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (જે.વી.જેમ્સ સ્કુલ)માં સત્ર પૂર્ણ થયું ત્યારે ફી ભરવા સમયે જ વાલીઓએ સુત્રોચ્ચાર કરીને ‘અમારા સંતાનોને કાંઇ સમજાયું નથી’ તેવું કહેતા ભારે અશ્ર્ચર્ય સર્જાયું હતું અને હોબાળો મચાવનારાઓએ શિક્ષણ અધિકારીની કચેરીએ પણ રજુઆત કરી હતી.


જાણવા મળતી વિગત પ્રમાણે કોરોના મહામારી અનુસંધાને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદરમાં ડો.વી.આર. ગોઢાણીયા શૈક્ષિણિક સંકુલ ખાતે કાર્યરત જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (જે.વી.જેમ્સ સ્કુલ)માં ધો. 1 થી 1રના 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેઓને ઓનલાઇન શિક્ષણમાં પીડીએફ ફાઇલો અને અલગ-અલગ શિક્ષકોના વિડીયો મોકલવામાં આવ્‌યા હતા અને એકદમ વ્યવસ્થિત રીતે વર્ગખંડમાં ભણાવાય તે રીતે શિક્ષણ આખા સત્રમાં અપાયું હતું.


સત્ર પૂર્ણ થયુંત્યારે છેલ્લા દિવસે કેટલાક વાલીઓએ સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવીને એવું જણાવ્‌યું હતું કે, અમારા બાળકોને કાંઇ સમજાયું નથી તેથી અમારે ફી ભરવી નથી! આ પ્રકારની હાસ્યાસ્પદ રજુઆત વાલીઓએ કરતા આચાર્ય પણ ચોંકી ઉઠયા હતા. કેમ કે,  સ્કુલમાં ઓનલાઇન એકજયુકેશન શ થયું ત્યારથી પરીક્ષા લેવાઇ ગઇ પછી ફી ભરવા સમયે વાલીઓ આવો ખોટો હોબાળો મચાવે તે વ્યાજબી નથી તેમ જણાવીને પ્રિન્સીપાલ ભાવનાબેન અટારાએ ઉમેર્યુ હતું કે, જો વિદ્યાર્થીઓને સમજાતું ન હોય તો અગાઉ પણ લીવીંગ સર્ટી કઢાવીને અન્ય શાળામાં દાખલ કરવા માટે છુટ જ હતી અને ફી ભરવા માટે કયારેય પણ કોઇજાતનું દબાણ પણ કરવામાં આવ્‌યું નથી આમ છતાં 3000 વાલીઓમાંથી પ-1પ વાલીઓ ખોટો હોબાળો મચાવીને વિરોધ કરે છે તે વ્યાજબી નથી.


વાલીઓએ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જઇને પણ આવી રજુઆત કરી હતી. સ્વભાવિક રીતે જ શિક્ષણ વિભાગ દ્વારા નિયમ પ્રમાણે યોગ્ય કરવાની ખાત્રી અપાઇ હતી અને આચાર્યને બ બોલાવીને તપાસ કરશું તેમ ઉમેર્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application