ઓર્થોપેડિક સર્જન ડો. હિરેન કોઠારી બન્ને વૅક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ

  • April 17, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન અને નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર ડોક્ટર હિરેન કોઠારી અને તેમના પરિવારના સભ્યોએ વેકસીન ના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયા છે.

 


ડોક્ટર હિરેન કોઠારીના પત્ની અને જાણીતા એડવોકેટ તેજલ કોઠારી સૌ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા ત્યારબાદ ડોક્ટર હિરેન કોઠારીના માતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ડોક્ટર હિરેન કોઠારીએ પણ તેનો રિપોર્ટ કરાવતા બે બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્રીજી વખત તેમનો પોઝિટિવ થયાનો રિપોર્ટ આવ્યો હતો.

 


ડોક્ટર હિરેન કોઠારીના માતા ની ઉંમર હોય તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે તેમના પત્ની અને ડોક્ટર કોઠારી બંને હોમ આઇસોલેટ થયા છે.  ડોક્ટર હિરેન કોઠારીએ જણાવ્યું હતું કે વેકસીન ના બંને ડોઝ લીધા બાદ અમે લોકો પોઝિટિવ આવ્યા છે પરંતુ હળવાં લક્ષણો છે આથી લોકોએ વેક્સિન અવશ્ય લેવી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના તબીબી જગત માંથી એક પછી એક ડોક્ટરો અને તેમના પરિવારો કોરોના પોઝિટિવ થતાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS