ઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં

  • March 19, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પીજીવીસીએલના કુલ 856 વીજ કર્મીઓ થઈ ચૂક્યા છે સંક્રમિતગયા વર્ષે કોરોનાના કપરા કાળમાં લાદવામાં આવેલાં લોકડાઉન દરમિયાન લોકો માટે સતત કાર્યરત તબીબો, પોલીસકર્મીઓને ફ્રન્ટલાઈનર્સનું તથા કોરોના વોરિયર્સનું બિરુદ આપવામાં આવ્યું છે. જો કે આ કપરા સમયમાં વીજકર્મીઓ પણ વીજપુરવઠો ન ખોરવાય તે માટે ખડે પગે કાર્યરત હતાં. તેમ છતાં હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા તેમને ફ્રન્ટલાઈનર્સમાં ગણવામાં આવ્યા નથી. બીજી બાજુ ઓરિસ્સા સરકારે વીજ કર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવીને તેમને વેક્સિનેશનમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 


કોરોના કાળમાં પણ લોકોની સેવા માટે કાર્યરત તબીબો, પોલીસકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણવામાં આવ્યા છે. તો તેની સામે ઉનાળાનો આકરા તાપમાં આવેલા લોકડાઉન દરમિયાન લોકોને દુવિધાનો અનુભવ કરવો ન પડે તે માટે પીજીવીસીએલનો ટેકનિકલ સ્ટાફ સતત કાર્યરત હતો. જેને પગલે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ  પીજીવીસીએલના કુલ 856 વીજ કર્મીઓ કોરોનાની ઝપટે ચડી ચૂક્યા છે. જેમાંથી 827 કર્મીઓ સાજા થઈ ચૂક્યા છે, 20 હજુ સારવાર હેઠળ છે તો 9 કર્મીઓએ જીવ ગુમાવી દીધો છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા તેમની કામગીરીને સન્માનિત કરવાનું કોઈ વલણ અખત્યાર કરવામાં આવ્યું નથી.

 


તબીબો, પોલીસ સહિત વીજ કર્મીઓ પણ વીજ રિપેરીંગથી લઈને બિલ લેવા સુધીની અનેક કામગીરીમાં મહત્તમ લોકોના સીધા સંપર્કમાં આવતાં હોય છે. જેને લીધે સંક્રમણની શક્યતા પણ વધુ રહે છે. આમ છતાં ગુજરાત સરકાર દ્વારા તેમને ફ્રન્ટલાઈનર્સ વર્કરની કેટેગરીમાં સમાવવામાં આવ્યા નથી. તો બીજી બાજુ ઓરિસ્સા સરકારે ઈલેક્ટ્રીસીટી એટલે કે વીજ કામગીરી સાથે સંકળાયેલા કર્મીઓને ફ્રનટલાઈનર્સ વર્કરની કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના વેકસિનેશનમાં પણ તેમને પ્રાધાન્ય આપવાની જાહેરાત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS