એન્ટી એજીંગ કરતાં વધારે ઝડપથી ત્વચાને લાભ અસર કરશે ઓરેન્જ ટી 

  • March 16, 2020 04:30 PM 1213 views

 

ગરમીની શરુઆત સાથે જ બજારમાં સંતરા ભરપુર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જો કે આજે તમને સંતરા સાથે જોડાયેલી એવી જાણકારી જાણવા મળશે જે તમને આશ્ચર્યમાં મુકી દેશે. સામાન્ય રીતે આપણે સૌ સંતરું ખાધા પછી તેની છાલ ફેંકી દઈએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે આપણે સંતરાની છાલથી થતા લાભ વિશે ખબર હોતી નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે સંતરાની છાલથી સ્વાસ્થ્યને કેવા કેવા લાભ થઈ શકે છે.   

 

સંતરાની છાલડાયેટરી ફાઇબરનો સારો સ્રોત છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. એક શોધ અનુસાર નારંગી છાલથી ડાયાબિટીસની સારવારમાં મદદ મળે છે. છાલમાં એન્ટી એજીંગ ગુણ હોય છે જે ત્વચાને નુકસાન કરતાં બેક્ટેરિયાનો નાશ કરે છે. આ લાભ મેળવવા માટે જરૂરી એ પણ છે કે તમે આ છાલનો ઉપયોગ યોગ્ય રીતે કરો. આ યોગ્ય ઉપયોગ એટલે ઓરેન્જ ટી. ઓરેન્જ ટી કેવી રીતે બનાવવી તે પણ જાણી લો હવે. 

 

ઓરેન્જ ટી બનાવવાની રીત

એક ગ્લાસ પાણીને ઉકાળવા મુકો. તેમાં 1 ચમચી સંતરાની છાલ ખમણીને ઉમેરો. આ પાણીને 10 મિનિટ ઉકાળો. 10 મિનિટ પછી ગેસ બંધ કરો અને તેને ઠંડી કરી લો. આ પાણીનું સેવન કરવાથી તમને ઉપરોક્ત લાભ અનુભવાશે.  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application