મહાપાલિકાના વિપક્ષ કાયર્લિયથી કમિશનર બ્રાન્ચ જતો રસ્તો ખૂલશે ?

  • February 26, 2021 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની 2015-20ની ટર્મમાં વિપક્ષના 38 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા અને તત્કાલીન સમયે વારંવાર વિપક્ષી નગરસેવકો કમિશનર બ્રાન્ચમાં વિવિધ મુદ્દે રજૂઆતો અને હલ્લાબોલ કરવા ધસી જતા હોય વિપક્ષ કાયર્લિયથી સીધા જ મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચ જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. કાયર્લિય અને બ્રાન્ચ વચ્ચે આવેલી ગ્રીલ બંધ કરી તેને તાળું મારી દેવામાં આવ્યું હતું. આ તાળું વિપક્ષના નગરસેવકો છેલ્લા પાંચ વર્ષમાં ખોલાવી શકયા ન હતા.

 

 

હવે વિપક્ષના નગરસેવકોની સંખ્યા ઘટી ગઈ છે ત્યારે શાસકો તાળું ખોલવા આદેશ કરશે કે પછી આ તાળું બંધ જ રહેશે તે અંગે મહાપાલિકાના સ્ટાફના વર્તુળોમાં ચચર્િ જાગી છે. મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિપક્ષ કાયર્લિય પાસેની ગ્રીલ લોક કરી દેવામાં આવી હોય શાસકપક્ષના પદાધિકારીઓએ જ્યારે મ્યુનિસિપલ કમિશનરને મળવા જવું હોય ત્યારે સીધા જ લોબીમાંથી પસાર થઈને જઈ શકાતું નથી પરંતુ સેન્ટ્રલ ઝોન કચેરીના ફર્સ્ટ ફલોર પરથી નીચે ઉતરી મેદાનમાં ચાલીને કમિશનર સુધી જવું પડે છે કે જે રસ્તેથી સામાન્ય અરજદારો ચાલે છે ત્યાંથી જવું પડે છે. જો ઉપરોકત ગ્રીલનું લોક ખોલી નાખવામાં આવે તો પદાધિકારીઓ લોબીમાંથી પસાર થઈને ટૂંકા રસ્તે કમિશનર સુધી પહોંચી શકે છે. તદ્ ઉપરાંત એ બાબત પણ મહત્વની છે કે, પદાધિકારીઓ ગોપનિય રીતે કમિશનરને મળવા જવા ઈચ્છતા હોય તો મેદાનમાંથી પસાર થઈને કમિશનર બ્રાન્ચ સુધી જવું પડતું હોય ગોપનિયતા જળવાતી નથી. મેયર સિવાય અન્ય કોઈ પદાધિકારીને મ્યુનિસિપલ કમિશનરને તેમની ચેમ્બરમાં બોલાવવાની સત્તા પણ નથી તે ઉલ્લેખનીય છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS