મોડી રાત્રે અટકી ગયા બાદ OpenAI ChatGPT સેવા પાછી પાટા પર આવી ગઈ છે. વિશ્વભરના વપરાશકર્તાઓને આ આઉટેજનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં પણ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ChatGPTએ વિશ્વની સૌથી લોકપ્રિય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.
કંપનીએ કહ્યું છે કે, આ સમસ્યાનો ઉપાય થઈ ગયો છે. આઉટેજની સમસ્યા લગભગ એક કલાક સુધી ચાલી હતી, જેના કારણે એપ્લિકેશન વારંવાર નિષ્ફળ રહી હતી. આની અસર OpenAI પ્લેગ્રાઉન્ડ આસિસ્ટન્ટ પર પણ પડી છે. લેટેસ્ટ અપડેટમાં કંપનીએ કહ્યું છે કે, આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
એપ્લિકેશન અને વેબસાઇટ બંનેમાં સમસ્યા હતી
લોકોએ વૈશ્વિક આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર પર OpenAI ChatGPT ડાઉન હોવાની ફરિયાદ પણ કરી છે. આ પ્લેટફોર્મ પર 470 લોકોએ રાત્રે 9:45 કલાક સેવા બંધ હોવાની ફરિયાદ કરી હતી. 80 ટકા લોકો ChatGPT સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જ્યારે 17 ટકા લોકોને વેબસાઇટ પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. 3 ટકા એપ યુઝર્સ આ આઉટેજથી પ્રભાવિત થયા હતા.
OpenAI એ 9:21 કલાક (PDT) ભારતીય સમયાનુસાર 9:51 કલાક IST પર સમસ્યાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે. આ સમય દરમિયાન યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. OpenAIની સેવા પહેલાથી જ આઉટેજનો ભોગ બની ચુકી છે.
હવે ફરી શરૂ થઈ ચૂકી છે સેવા
જો કે, આ વખતે કંપનીએ ઝડપ બતાવી છે અને થોડા સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. હવે તમને ChatGPT નો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. જણાવી દઈએ કે, તાજેત્તરમાં જ માઈક્રોસોફ્ટ આઉટેજ ઘણી ચર્ચામાં રહી હતી. CrowdStrikeના અપડેટ પછી, સમગ્ર વિશ્વમાં Microsoftની ઘણી સેવાઓ અટકાવી દેવામાં આવી હતી.
એરલાઇન અને બેન્કિંગ સેક્ટર પર તેની નોંધપાત્ર અસર જોવા મળી હતી. વિશ્વભરના ઘણા Windows વપરાશકર્તાઓ ડેડ બ્લુ સ્ક્રીન જોઈ રહ્યા હતા. કંપનીને આ સમસ્યા હલ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. જેના કારણે વિશ્વના ઘણા વિસ્તારોમાં ફ્લાઈટ્સ ટેક ઓફ અને લેન્ડિંગ મોડી થઈ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech