ઉપલેટામાં કોરોનાના કહેર વચ્ચે પણ ખુલ્લેઆમ માછલી વેચાણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પોલીસે ૨૦૦ કિલોથી વધુ મચ્છીઓનો નાશ કરેલ છે તે મુસાફર ખાના પાસેની કેબિન દુર કરવામાં નહીં આવે તો કોરોના વાયરસને વધુ ઉતેજન મળવાની સંભાવના સેવાઇ રહી છે. એમડી ગર્લ્સ હાઇસ્કૂલ અને મુસાફરખાના સામે આવેલ માર્કેટ પાસે જાહેરમાં રોડ ઉપર મચ્છીની કેબીનમાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરી મચ્છીનું વેચાણ થઇ રહ્યું છે. આ સાથે મચ્છીવાળા લોકો રોડની વચ્ચે કુકડાના પાંજરા પણ રાખી દે છે. હાલના સમયમાં કયાંય મચ્છી મળતી નથી માત્ર આ એકજ કેબીનમાં મચ્છી મળે છે. ત્યારે લોકો લેવા માટે પણ ભેગા થાય છે. લોકો ભેગા થવાને કારણે કોરોના વાયરસ ફેલાવવાની સંભાવના સેવાઇ રહી છે ત્યારે મામલતદાર અને નગરપાલિકાએ સાથે મળી લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી આવા અડચણ રૂપ થતા શખસો સામે આકરી કાર્યવાહી કરી આ કેબિનો અને કુકડાના પાંજરા દુર કરાવવા જોઇએ તેવી લત્તાવાસીઓની માગણી ઉઠવા પામી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS