ભાવનગર જિલ્લામાં માત્ર બે જ નવા કેસો: શહેરમાં 13

  • October 28, 2020 02:04 AM 173 views

શુક્રવારે જિલ્લામા 13 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે 29 દર્દીઓ કોરોનામુક્ત થયા છે.જિલ્લામાં નોંધાયેલા કુલ 4,563 કેસો સાથે 4500ને પાર થઈ ગયો છે જો કે, 124 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ભાવનગર જિલ્લામા 13 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા 4,563 થઈ છે. ભાવનગર શહેરી વિસ્તારમા 8 પુષ અને 3 સ્ત્રી મળી કુલ 11 કેસો નવા નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના 16 અને તાલુકાઓના 13 એમ કુલ 29 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હાલ 124 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,364 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. જિલ્લામા સરકારી આંકડા મુજબ 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.    

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application