સુશાંતના મોત પર અફસોસ કર્યો અઢળક કલાકારોએ પણ તેના પિતાની મળી માત્ર કૃતિ અને અંકિતા

  • June 29, 2020 10:15 AM 278 views


બોલિવૂડ એકટર સુશાંતસિંહ રાજપૂતના મોતથી દરેક વ્યકિતને આંચકો લાગ્યો છે. ૧૩ દિવસ વીતી ગયા છતાં હજુ લોકો માની શકતાં નથી કે સુશાંતે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. સુશાંતના અંતિમ સંસ્કારમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, વિવેક ઓબેરોય, કૃતિ સેનન સહિત અનેક સેલિબ્રિટી સામેલ થઈ હતી. હવે કલાકારના મોતના ૧૩ દિવસ બાદ સુશાંતના પિતાએ આ વિશે વાત કરી છે.સુશાંતના પિતાએ જણાવ્યું કે સુશાંતના અંતિમ સંસ્કારમાં આમ તો અનેક સ્ટાર કલાકારો આવ્યા હતા પરંતુ કોઈ તેમની પાસે જઈને વાત કરી નહોતી. પિતાએ જણાવ્યું તે તે ત્રણ દિવસ મુંબઈમાં રોકાયા હતા પરંતુ સુશાંતની એકસ ગર્લફ્રેન્ડ અંકિતા ઉપરાંત તેને મળવા કોઈ આવ્યું નહોતું.

 

ઈન્ડસ્ટ્રીમાંથી કેટલા લોકોએ તેમની સાથે મુલાકાત કરી ? આ સવાલનો જવાબ આપતાં સુશાંતના પિતાએ કહ્યું કે આવ્યા તો ઘણા લોકો હતા પરંતુ અમને માત્ર કૃતિ સેનન મળી હતી. તેણે અમારી સાથે બેસીને વાત કરી હતી પરંતુ અમે કશું બોલ્યા નહોતા, તે જે બોલતી હતી તે સાંભળતા હતા. અનેક સ્ટાર લોકો આવ્યા હતા પરંતુ કોરોના વાયરસને કારણે અમારાથી દૂર રહ્યા હતા કેમ કે બધાએ મોઢા ઉપર માસ્ક પહેયુ હતું એટલે અમે બરાબર ઓળખી શકયા નહોતા. 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application