કાયદો જ બદલાયો પરિસ્થિતિ નહીં: ૨૪ વર્ષમાં માત્ર પાંચ જ બળાત્કારીઓને ફાંસીની સજા

  • August 24, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના ડેટા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે મહિલાઓ વિદ્ધ ચાર લાખથી વધુ ગુના નોંધાય છે. આ ગુનાઓમાં માત્ર બળાત્કાર જ નહીં પરંતુ છેડતી, દહેજ માટે મૃત્યુ, અપહરણ, તસ્કરી, એસિડ એટેક જેવા ગુનાઓનો પણ સમાવેશ થાય છે.એનસીઆરબીના ડેટા અનુસાર, બળાત્કારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં ૨૪ વર્ષમાં માત્ર પાંચ બળાત્કારીઓને જ ફાંસીની સજા આપવામાં આવી છે. ૨૦૦૪માં ધનંજય ચેટરજીને ૧૯૯૦ના રેપ કેસમાં ફાંસી આપવામાં આવી હતી. યારે, માર્ચ ૨૦૨૦ માં, નિર્ભયાના ચાર દોષિતો – મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
એટલું જ નહીં, બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર ૨૭ થી ૨૮ ટકા છે. એટલે કે બળાત્કારના ૧૦૦માંથી માત્ર ૨૭ કેસમાં જ આરોપી દોષિત સાબિત થાય છે, બાકીના કેસમાં તે નિર્દેાષ છૂટી જાય છે.
રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૨૨ના અતં સુધીમાં દેશભરની અદાલતોમાં લગભગ બે લાખ બળાત્કારના કેસ પેન્ડિંગ હતા. ૨૦૨૨માં સાડા ૧૮ હજાર કેસમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ હતી. જે કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી તેમાંથી લગભગ ૫ હજાર કેસમાં જ ગુનેગારને સજા થઈ હતી. યારે ૧૨ હજારથી વધુ કેસમાં આરોપી નિર્દેાષ છૂટા હતા.
નિર્ભયાની ઘટના બાદ કાયદો ઘણો કડક બનાવવામાં આવ્યો હતો. બળાત્કારની વ્યાખ્યા પણ બદલવામાં આવી, જેથી મહિલાઓ સામેના ગુનાઓ ઘટાડી શકાય. અગાઉ, બળજબરીથી કે મતભેદથી બનેલા સંબંધોને જ બળાત્કારના દાયરામાં લાવવામાં આવતા હતા. પરંતુ બાદમાં ૨૧૦૩માં કાયદામાં સુધારો કરીને તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો.
દર કલાકે ૩ અને દર ૨૦ મિનિટે ૧ મહિલા બળાત્કારનો શિકાર
મહિલાઓ સામેના ગુનાઓના આંકડા ભયાનક છે. ૨૦૧૨માં મહિલાઓ વિદ્ધના ગુનાના ૨.૪૪ લાખ કેસ નોંધાયા હતા. યારે ૨૦૨૨માં ૪.૪૫ લાખથી વધુ કેસ નોંધાયા હતા. એટલે કે, દરરોજ ૧૨૦૦ થી વધુ કેસ.એનસીઆરબીના રિપોર્ટ અનુસાર ૨૦૧૨માં બળાત્કારના ૨૪ હજાર ૯૨૩ કેસ નોંધાયા હતા. એટલે કે, દરરોજ સરેરાશ ૬૮ કેસ યારે ૨૦૨૨માં ૩૧ હજાર ૫૧૬ કેસ નોંધાયા હતા. તે મુજબ દરરોજ સરેરાશ ૮૬ કેસ નોંધાયા હતા.
એટલે કે દર કલાકે ૩ અને દર ૨૦ મિનિટે ૧ મહિલા બળાત્કારનો શિકાર બની છે.બળાત્કારના મોટાભાગના કેસોમાં આરોપી પીડિતાનો ઓળખીતો હોય છે. આંકડા દર્શાવે છે કે બળાત્કારના ૯૬ ટકાથી વધુ કેસોમાં આરોપી ઓળખાયેલ વ્યકિત હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application