પોરબંદરમાં 1700માંથી માત્ર 7 કોરોના પોઝીટીવ

  • November 19, 2020 02:44 PM 250 views

પોરબંદરમાં દિવાળી-નૂતન વર્ષના તહેવારો દરમિયાન 1700 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 7 જ કોરોના પોઝીટીવ આવ્યા છે જેમાંથી 4 રાણાવાવના અને 3 પોરબંદરના દર્દીઓનો સમાવેશ થાય છે.

પોરબંદરમાં દિવાળીના દિવસથી કોરોનાએ પણ વિરામ રાખ્યો હોય તેમ છેલ્લા 4 દિવસમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. પહેલા દિવસે રાણાવાવના એક જ ઘરના 3 વ્યક્તિ સહિત ચાર કોરોના પોઝીટીવ આવ્‌યા હતા જેમાં 78 વર્ષીય વૃધ્ધ, 6પ વર્ષીય વૃધ્ધા, 43 વર્ષીય યુવાન અને 41 વર્ષીય મહીલાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બે દિવસ સુધી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ આવ્યો ન હતો અને ભાઇબીજના દિવસે કોરોનાના 3 કેસ સામે આવ્યા હતા જેમાં પોરબંદરના રાવલીયાપ્લોટના 73 વર્ષીય વૃધ્ધ, એરપોર્ટ સામે રહેતા 70 વર્ષીય વૃધ્ધા અને પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા 4ર વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. પોરબંદરમાં છેલ્લા 4 દિવસમાં 1700 થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને હાલમાં કુલ 37 લોકોમાં કોરોના એકટીવ છે જે પૈકી 10ને સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. કુલ પ8467 લોકોના ટેસ્ટ થઇ ચુકયા છે. અને અત્‌યાર સુધીમાં કુલ 817 કોરોના પોઝીટીવ આવ્યા છે. જે પૈકી 730ને ડીસ્ચાર્જ કરી દેવાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application