આજથી જ તમામ ન્યાયાધિશો દ્વારા નિવાસ સ્થાનેથી ઓનલાઇન કાર્યવાહી

  • April 20, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કનેક્ટિવિટી કે અનિવાર્ય કારણ હોય તો જ કોર્ટ પરિસરમાં કામગીરી થઇ શકશે



કોરોના સંક્રમણને રોકવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ જિલ્લાની અદાલતોમાં ફરજ બજાવતા તમામ ન્યાયાધિકારીઓને પોતાના નિવાસ સ્થાનેથી વર્ચ્યુઅલ મોડથી કોર્ટ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. તેમા જો ઇન્ટરનેટ કનેક્ટિવીટી કે કોઇ અનિવાર્ય પ્રશ્ર્ન સર્જાય તો કોર્ટ પરિસરમાં કામગીરી થઇ શકશે તેમ જણાવ્યું છે.

 


આ અંગે રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધિશ ઉત્કર્ષ ટી.દેસાઇએ ન્યાયાધીશો ઉપરાંત બાર એસો.ને ખાસ પત્ર પાઠવી ગુજરાત વડી અદાલતની આ માર્ગદર્શિકા અંગે જાણ કરવામાં આવી છે. જેમાં તમામ ન્યાયાધિકારીઓએ વર્ચ્યુઅલ મોડ ઉપર તેમના નિવાસ સ્થાનેથી કામગીરી કરવી તેમજ બાર અને બેન્ચ વચ્ચે સરળતાથી કાર્યો થઇ શકે તે હેતુસર સિવિલ તથા ફોજદારી કોર્ટની તમામ કામગીરી જેવી કે વીડિયો કોન્ફરન્સીંગથી પુરાવાઓ લેવા, દલીલો કરવી કે અન્ય કોઇપણ રજૂઆતો માટેનો સમય સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

 

કોર્ટમાં વકીલો કે પક્ષકારોને પ્રવેશ આપવાનો નથી તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. વીડિયો કોન્ફરન્સીંગ મમાં કેસની સુનાવણી પૂર્ણ થયે તાત્કાલીક કોર્ટ પરિસર છોડી દેવા પણ જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS