લોકડાઉન વચ્ચે માઈ ભક્તો માટે શરુ કરાઈ  online દર્શનની વ્યવસ્થા  

  • March 26, 2020 11:45 AM 248 views


સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે અને સાથે જ ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે.  લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરના મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે નવરાત્રીમાં ભક્તોની દર્શન કરવાની લાગણીને ધ્યાનમાં રાખી અને ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા શરુ કરાઈ છે. પહેલીવાર છે કે નવરાત્રીમાં પણ માતાજીના મંદિરો બંધ છે. રાજ્યના અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ઊંઝા, ચોટીલા મંદિર ભક્તો માટે બંધ  છે.  ત્યારે અંબાજી પાવાગઢ અને ઊંઝા મંદિરના દર્શન ભક્તોને ઓનલાઈન કરી શકે છે.