સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ મહોત્સવ

  • July 29, 2020 12:47 PM 581 views

ભારત સરકારના નિર્દેશાનુસાર તા.૩-૮-૨૦૨૦ના રોજ શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ સંદર્ભે સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તા.૩૧-૭-૨૦૨૦થી તા.૬-૮-૨૦૨૦ સુધી આયોજન કરવામાં આવ્યું છે.સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમનું ઉદ્ધાટન તા.૩૧-૭-૨૦૨૦ના રોજ પ્રાત: કાળે ૧૦-૩૦ વાગ્યે ઓનલાઇન વેબેકસ અને ફેસબુકના માધ્યમથી લાઇવ પ્રસારતિ થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીથી સંસ્કૃત-સંવર્ધન-પ્રતિષ્ઠાના ન્યાસી ચમૂ કૃષ્ણશાસ્ત્રી ઉપસ્થિત રહશે અને દિગન્તવ્યાપિની વાણી વયં કુર્યામ સંસ્કૃતામ વિષય પર વકતવ્ય આપશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સોમનાથ વિશ્ર્વ વિદ્યાલયના કુલપતિ પ્રો.ગોપબંધુમિશ્ર ઉપસ્થિત રહેશે.સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તા.૩૧-૭-૨૦૨૦ સ્તોત્રકંઠપાઠ સ્પર્ધા, તા.૧-૮-૨૦૨૦ કથાકથન સ્પર્ધા, તા.૪-૮-૨૦૨૦ એકકસંસ્કૃત ગીત સ્પર્ધા, તા.૫-૮-૨૦૨૦ વકતૃત્વસ્પર્ધા યોજાશે.ઉપર્યુકત સ્પર્ધાનું આયોજન ઓનલાઇન વેબેકસના માધ્યમથી નિર્ધારિત દિવસે સાંજે ૩થી ૫ વાગ્યે બે સ્તરમાં કરવામાં આવશે. 


પ્રથમ સ્તરમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.દ્વિતીય સ્તરમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.દરેક સ્પર્ધાનું રજીસ્ટ્રેશન (પંજીકરણ) ગુગલ-લીંક તથા સ્પર્ધાના નિયમો સોમનાથ યુનિવર્સિટીની વેબસાઇટ ૂૂૂ.તતતી.ફભ.શક્ષ પરથી પ્રાપ્ત થઇ શકશે. તદુપરાંત સ્પર્ધાર્થીને પ્રતિભાગિતા છ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.સવિશેષ સોશ્યલ મીડિયા દ્વારા સંસ્કૃત પ્રચાર અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કૃત મમ ગૌરવમ્ સંસ્કૃત પ્રચાર અભિયાન અંતર્ગત (૧) સૂક્તિ દ્વારા સંસ્કૃત પ્રચાર (૨) વર્તમાનપત્રમાં પ્રતિદિન મહાનુભાવોના એક-એક લેખ પ્રકાશિત કરવામાં આવશે. (૩) સંસ્કૃતમાં ગૌરવ ધરાવતા લોકોનું વીડિયો દ્વારા સંસ્કૃત પ્રચાર કરવામાં આવશે. સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમનું સમાપન તા.૬-૮-૨૦૨૦ પ્રાત: ૧૦-૩૦ વાગ્યે ફેસબુક પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ ગોવિંદગુ‚ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે તેમજ અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહેશે. સમાપન કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોના નામ ઘોષિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત વિશ્ર્વવિદ્યાલય અને વિશ્ર્વવિદ્યાલય દ્વારા સંચાલિત ૩૬ મહાવિદ્યાલયના સંબંધિત અધિકારી પ્રાધ્યાપક કર્મચારી અને બધા જ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સંપૂર્ણ કાર્યક્રમ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application