10 જૂને ભારતમાં લોન્ચ થશે OnePlus Nord CE 5G, કિંમત હશે આટલી સસ્તી

  • May 28, 2021 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

OnePlus Nord CE 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. અગાઉ Nord CE 5Gને લઈને માત્ર અટકળો ચાલી રહી હતી. તેને લઈને કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ ન હતી. વન પ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં આ ફોન લોકો સમક્ષ રજુ થાય તેવી શક્યતા અહેવાલ અનુસાર, ભારતમાં Nord CE 5G ફોન 10 જૂને લોન્ચ થશે. ઇવેન્ટમાં કંપની OnePlus TV U-Series મોડલ પણ‌ લોન્ચ થશે. 

 

આ ફોન વન પ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં લોન્ચ થશે. જેની માહિતી હજુ સુધી અધિકૃત રીતે જાહેર કરવામાં આવી નથી. આ ઈવેન્ટમાં ગયા વર્ષે OnePlus Nord 2 પણ લોન્ચ થવાની શકયતા હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ ફોન નોર્ડ N10 5Gની જેમ‌ જ ઓછી કિંમતવાળો 5જી ફોન હશે. લૉન્ચિંગ પહેલાં જ કંપનીએ OnePlus Nord CE 5G સ્માર્ટ ફોનના પ્રી-ઓર્ડર અને ઓપન સેલની તારીખની જાહેરાત કરી દીધી છે. રેડ કેબલ ક્લબ મેમ્બર્સ 11 જૂનથી જ નવા સ્માર્ટફોનનો પ્રી-ઓર્ડર આપી શકશે. એટલે કે ફોન લોન્ચ થયાના એક દિવસ પછી જ યુઝર્સ તેને પ્રી બુક કરી શકે છે. જ્યારે આ સ્માર્ટફોનનો ઓપન સેલ 16 જૂનના શરૂ થશે.  

 

OnePlus Nord CE 5Gના સ્પેસિફિકેશન્સને લઈને હજુ સુધી કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. કંપની આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સને 31મે પછી ટીઝર દ્વારા જાહેર કરી શકે છે. OnePlus Nord CE 5Gમાં CEનો અર્થ Core Edition છે. કંપનીના સીઈઓ Pete Lauના જણાવ્યા મુજબ, 'અમે ઓરીજનલ નોર્ડને અને તેના કોર એલિમેન્ટ્સ અને અમુક નવા ફિચર્સ જોડીને આ ફોન તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોન તમારી અપેક્ષા કરતાં વધુ ફિચર સાથે વ્યાજબી કિંમતે ઉપલબ્ધ બનશે.'

 

તેનો અર્થ એ છે કે આ નવો સ્માર્ટફોન ભારતમાં વન પ્લસ નોર્ડથી પણ ઓછી કિંમતે લોન્ચ થશે. કંપની આ ફોનને વીસ હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ફોનમાં FHD+ રિઝોલ્યુશનની સાથે 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે, Snapdragon 690 ચિપસેટ, 64MP ક્વોડ રિયર કેમેરા અને 30Wનું ફાસ્ટ ચાર્જીગ મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021